Vadodara News : સાવલીમાં ભયાવહ અકસ્માત, ટેન્કરમાં આગ લગતા 3 ભડથું

Jul 27, 2025 - 21:00
Vadodara News : સાવલીમાં ભયાવહ અકસ્માત, ટેન્કરમાં આગ લગતા 3 ભડથું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલા ભાદરવા-સાકરદા રોડ પર મોક્સી ગામ નજીક એક કરુણ અને ભયાવહ અકસ્માત સર્જાયો છે. રીતુ એન્ટરપ્રાઈઝ નામની ડામર કંપનીના એક ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા ટેન્કર ચાલક, ક્લીનર અને એક શ્રમિક સહિત કુલ ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ ફેલાવી દીધો છે.

જાણો ઘટના કેવી રીતે બની?

મળતી જાણકારી અનુસાર, આ ઘટના મોક્સી ગામ નજીક આવેલી રીતુ એન્ટરપ્રાઈઝ કંપનીમાં બની હતી. ડામર ભરેલું ટેન્કર કંપની પરિસરમાં ડામરને બેરલમાં ભરવા માટે આવ્યું હતું. ડામર ટેન્કરમાંથી બેરલમાં ભરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ત્યાં હાજર લોકોને ભાગવાનો પણ સમય મળ્યો નહતો. આ દુર્ઘટનામાં ટેન્કર ચાલક, ક્લીનર અને એક શ્રમિક સહિત કુલ ત્રણ વ્યક્તિઓ જીવતા ભૂંજાઈ ગયા હોવાના અહેવાલ છે. ફાયર બ્રિગેડને જાણ થતા જ તાત્કાલિક ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતું.

ટેકનિકલ ખામીના કારણે બની ઘટના!

આ ઘટના અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, ડામર ભરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ ટેકનિકલ ખામી અથવા બેદરકારીના કારણે આગ લાગી હોઈ શકે છે. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને આ ઘટનાથી તેમના પર આભ તૂટી પડ્યું છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0