Vadodara News: નિઝામપુરા બસ ડેપો પાસે એસટી બસ ભૂવામાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Feb 7, 2026 - 18:30
Vadodara News: નિઝામપુરા બસ ડેપો પાસે એસટી બસ ભૂવામાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

'સંસ્કારી નગરી' વડોદરામાં રસ્તાઓ પર પડતા ભૂવાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એસટી બસ ડેપોની બહાર જ રસ્તા પર પડેલા એક વિશાળ ભૂવામાં મુસાફરોથી ભરેલી એસટી બસ ફસાઈ જવાની ઘટના બની છે. તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. એસટી બસ મુસાફરોને લઈને નિઝામપુરા બસ ડેપો તરફ જઈ રહી હતી.

રોડમાં પડેલા ભૂવામાં બસના ટાયર ઘૂસ્યા

જેવી બસ ડેપોની બહારના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ, કે તરત જ રોડમાં પડેલા ભૂવામાં બસના પાછળના ટાયર ઊંડે સુધી ઘૂસી ગયા હતા. બસ અચાનક નમી પડતા અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. બસ ફસાઈ જવાને કારણે માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અંદાજે અડધો કલાક સુધી બસ તે જ હાલતમાં ફસાયેલી રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી, પરંતુ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અડધો કલાક સુધી બસ ફસાયેલી રહી

વડોદરામાં અવારનવાર ભારે વાહનો રસ્તામાં ખૂંપી જવાની ઘટનાઓ બની રહી છે. સ્માર્ટ સિટીની વાતો વચ્ચે ઠેર-ઠેર પડતા ભૂવાઓ અને ખરાબ રસ્તાઓને કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર થીગડા મારવાની કામગીરી કરવામાં આવે છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0