Vadodara MSU ખાનગીકરણના રસ્તે? બે વર્ષમાં 600 બિનશૈક્ષણિક કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી થતા ભારે વિવાદ!

Oct 29, 2026 - 11:00
Vadodara MSU ખાનગીકરણના રસ્તે? બે વર્ષમાં 600 બિનશૈક્ષણિક કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી થતા ભારે વિવાદ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરાની પ્રખ્યાત અને ઐતિહાસિક મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) હાલમાં શિક્ષણ કરતાં વહીવટી નિર્ણયો અને વિવાદોને કારણે વધુ ચર્ચામાં આવી છે. યુનિવર્સિટી તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં આશરે 600 જેટલા બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી કોન્ટ્રાક્ટ કે આઉટસોર્સિંગ પદ્ધતિથી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. પ્યુનથી લઈને ક્લાર્ક સુધીની મહત્વની જગ્યાઓ પર કાયમી કર્મચારીઓની નિમણૂક કરવાના બદલે ખાનગી એજન્સીઓ દ્વારા ભરતી કરાતા યુનિવર્સિટીનું ધીમે ધીમે ખાનગીકરણ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ છે.

કર્મચારીઓનો વિરોધ છતાં 'ઓમ એજન્સી'ને કોન્ટ્રાક્ટ

એક તરફ યુનિવર્સિટી કેમ્પસમાં કાયમી કર્મચારીઓ અને યુનિયનો દ્વારા કોન્ટ્રાક્ટ પ્રથા સામે સતત વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં સત્તાવાળાઓ દ્વારા તમામ વિરોધને નજરઅંદાજ કરીને 'ઓમ એજન્સી' ને સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત આંકડાઓ મુજબ યુનિવર્સિટીમાં હાલ ભરેલી જગ્યાઓ ઉપરાંત આશરે 1200 જેટલી કાયમી ભરતીઓ હજુ પણ બાકી છે. યુનિવર્સિટી સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ વાઇસ ચાન્સેલર (VC) ના વિવાદાસ્પદ સૂચનો અને આયોજનના આધારે જ આ કોન્ટ્રાક્ટ પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

કાયમી ભરતી ન થાય ત્યાં સુધી કોન્ટ્રાક્ટ પ્રથા અમલી રહેશે

યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી નિયમાનુસાર સત્તાવાર કાયમી ભરતીની પ્રક્રિયા પૂર્ણ ન થાય, ત્યાં સુધી યુનિવર્સિટીનું દૈનિક કામકાજ અટકે નહીં તે માટે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા અનિવાર્યપણે અમલી રહેશે. જોકે, આ નિર્ણયના કારણે યુવા બેરોજગારો અને નોકરીની રાહ જોતા ઉમેદવારોમાં નિરાશા ફેલાઈ છે તેમજ શિક્ષણ જગતમાં ગુણવત્તા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આગામી દિવસોમાં આ મામલે કર્મચારી સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabadમાં લોજિસ્ટિક્સ કંપની સાથે રૂ. 1.03 કરોડની મસમોટી ઠગાઈ, કર્મચારીઓ જ લાખોના ટ્રેલર લઈને રફૂચક્કર થઈ ગયા!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0