Vadodara: 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા, દેવ ડેમના 2 ગેટ ખોલાતાં વાઘોડિયા એલર્ટ

Jul 31, 2026 - 10:00
Vadodara: 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાયા, દેવ ડેમના 2 ગેટ ખોલાતાં વાઘોડિયા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં વડોદરા શહેરમાં 2 ઇંચ જેટલો ખાબકેલો મુશળધાર વરસાદ નાગરિકો માટે આફત બન્યો છે.

જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું 

માત્ર એકથી બે કલાકના તીવ્ર વરસાદી સ્પેલમાં જ વડોદરા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને મકરપુરા બસ ડેપોની પાછળ આવેલો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સવારના સમયે નોકરી-ધંધે નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓ પાણી ભરાવાને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કલાકો વીત્યા બાદ પણ પાણી ઓસર્યા ન હોવાથી સ્થાનિકોમાં પ્રશાસનની પ્રી-મોન્સૂન કામગીરી સામે નારાજગી જોવા મળી હતી.

દેવ ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડાયું

બીજી તરફ, વડોદરા જિલ્લાના ડુંગરાળ અને ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે વાઘોડિયા નજીક આવેલા 'દેવ ડેમ' માં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમનું સલામત રૂલ લેવલ જાળવી રાખવા માટે સિંચાઈ વિભાગ દ્વારા નિર્ણય લઈને દેવ ડેમના ગેટ નંબર 4 અને 5 ને 0.30 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી દેવ નદીમાં 1819 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.વાઘોડિયા તાલુકાના કાંઠાના ગામોને સાવચેત કરાયા

દેવ ડેમમાંથી પાણી ડિસ્ચાર્જ થતાં જ દેવ નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેના પગલે વાઘોડિયા તાલુકામાંથી પસાર થતી દેવ નદીના કિનારે આવેલા તમામ ગામોના ગ્રામજનોને વહીવટી તંત્ર દ્વારા સાવચેતી જાળવવાની કડક સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં ન જવા કે ઢોરઢાંખર ન લઈ જવા એડવાઇઝરી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: AMCમાં લગ્ન નોંધણી થશે પૂર્ણપણે ઓનલાઇન, ઓછું ટેકનોલોજી જ્ઞાન ધરાવતા લોકો માટે મુશ્કેલી વધવાની ભીતિ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0