Vadodara: 1.72 કરોડ સ્વાહા! નગરપાલિકાએ તૈયાર કરેલ સાયકલ ટ્રેક તોડવામાં આવ્યો

વડોદરામાં સ્માર્ટ શાસકો અને સ્માર્ટ અધિકારીઓએ સાયકલ ટ્રેક તોડી પાડ્યો છે. 1.72 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સાયકલ ટ્રેક એક વર્ષની અંદર જ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાયકલ ટ્રેક પર કોર્પોરેશનના અધિકારીઓએ ખોદકામ શરૂ કરાવ્યું છે. વોર્ડ નંબર પાંચમાં પાણીની લાઈન નાખવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે. વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોષીએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક વર્ષ અગાઉ કરોડોના ખર્ચે નાગરિકોના વેરાના ભોગે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. તે દિવસે જ અને કહ્યું હતું કે, 40 જગ્યાએ એન્ટ્રી એક્સીટ છે, દબાણો છે, આ નિરર્થક સાયકલ ટ્રેક છે. જેને એક વર્ષ બાદ આ સાયકલ ટ્રેક ખોદવામાં આવ્યો છે. તો જે-તે સમયે પાણી નાખવાનું કામ લીધું જ હોય તો આ સાયકલ ટ્રેક બનાવવાનું કામ પેન્ડીંગ રાખવું જોઈએ. પહેલા પાણીની લાઈન નાખવી જોઈએ. ત્યારબાદ જો આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હોત તો આ વેરાના રૂપિયાનો બગાડ ના થાત અહીંના સ્થાનિક નાગરિકે પણ કોર્પોરેશનમાં અરજી કરેલી છે કે પહેલા પાણીની લાઈન નાખવી જોઈએ ત્યારબાદ આ રોડ પર સાયકલ ટ્રેક શરૂ કરો તેમ છતાં નગરપાલિકાના શાસકોએ માન્યુ નહીં. જે-તે હોદ્દેદાર હતા તેમણે તેમનું જ ચલાવ્યું, અને આ ટ્રેક બની ગયો હવે આ ટ્રેક આખો જ ખોદી નાખવામાં આવ્યો છે. વોર્ડ નંબર 15માં વરસાદી ગટરના કામ માટે પરમીશન મળેલ નહીં વોર્ડનં. 15ના કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે, વરસાદી પાણીના નિકાલ માટે અમે ચારેય કોર્પોરેટરોએ ગટર મોટી કરવા માટે ખોદકામ કરવાની મંજૂરી માગેલ પરંતુ અમને મંજૂરી આપવામાં આવેલ નહીં અને તેની સામેના વોર્ડ નં.5માં સાયકલ ટ્રેક તોડીને પાણીની લાઈન નાખવા માટે મંજૂરી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે. એક જ રોડ પર કોર્પોરેશનની બે ધારી નીતિ જોવા મળી રહી છે. ગટરો મોટી કરવા માટે નગરપાલિકા દ્વારા જ વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો તેમ છતાં રોડ નહીં તોડવા દેતાં ગટર મોટી કરવાનું કામ પેન્ડીંગ રહ્યું હતું. જેને લઈને વરસાદમાં પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. અને સ્થાનિકોને હેરાનગતી થઈ હતી. આ માત્ર અધિકારીઓની બેદરકારીને કારણે થયેલ છે. એક જ રોડ પર અધિકારી દ્વારા બે-ધારી નીતિ અમલમાં મૂકવામાં આવી રહી છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે.

Vadodara: 1.72 કરોડ સ્વાહા! નગરપાલિકાએ તૈયાર કરેલ સાયકલ ટ્રેક તોડવામાં આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં સ્માર્ટ શાસકો અને સ્માર્ટ અધિકારીઓએ સાયકલ ટ્રેક તોડી પાડ્યો છે. 1.72 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સાયકલ ટ્રેક એક વર્ષની અંદર જ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાયકલ ટ્રેક પર કોર્પોરેશનના અધિકારીઓએ ખોદકામ શરૂ કરાવ્યું છે. વોર્ડ નંબર પાંચમાં પાણીની લાઈન નાખવા ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશિષ જોષીએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે, વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં એક વર્ષ અગાઉ કરોડોના ખર્ચે નાગરિકોના વેરાના ભોગે સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો. તે દિવસે જ અને કહ્યું હતું કે, 40 જગ્યાએ એન્ટ્રી એક્સીટ છે, દબાણો છે, આ નિરર્થક સાયકલ ટ્રેક છે. જેને એક વર્ષ બાદ આ સાયકલ ટ્રેક ખોદવામાં આવ્યો છે. તો જે-તે સમયે પાણી નાખવાનું કામ લીધું જ હોય તો આ સાયકલ ટ્રેક બનાવવાનું કામ પેન્ડીંગ રાખવું જોઈએ. પહેલા પાણીની લાઈન નાખવી જોઈએ. ત્યારબાદ જો આ સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હોત તો આ વેરાના રૂપિયાનો બગાડ ના થાત અહીંના સ્થાનિક નાગરિકે પણ કોર્પોરેશનમાં અરજી કરેલી છે કે પહેલા પાણીની લાઈન નાખવી જોઈએ ત્યારબાદ આ રોડ પર સાયકલ ટ્રેક શરૂ કરો તેમ છતાં નગરપાલિકાના શાસકોએ માન્યુ નહીં. જે-તે હોદ્દેદાર હતા તેમણે તેમનું જ ચલાવ્યું, અને આ ટ્રેક બની ગયો હવે આ ટ્રેક આખો જ ખોદી નાખવામાં આવ્યો છે.

વોર્ડ નંબર 15માં વરસાદી ગટરના કામ માટે પરમીશન મળેલ નહીં

વોર્ડનં. 15ના કોર્પોરેટરે વધુમાં જણાવ્યું કે, વરસાદી પાણીના નિકાલ માટે અમે ચારેય કોર્પોરેટરોએ ગટર મોટી કરવા માટે ખોદકામ કરવાની મંજૂરી માગેલ પરંતુ અમને મંજૂરી આપવામાં આવેલ નહીં અને તેની સામેના વોર્ડ નં.5માં સાયકલ ટ્રેક તોડીને પાણીની લાઈન નાખવા માટે મંજૂરી અધિકારી દ્વારા આપવામાં આવેલ છે. એક જ રોડ પર કોર્પોરેશનની બે ધારી નીતિ જોવા મળી રહી છે. ગટરો મોટી કરવા માટે નગરપાલિકા દ્વારા જ વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો તેમ છતાં રોડ નહીં તોડવા દેતાં ગટર મોટી કરવાનું કામ પેન્ડીંગ રહ્યું હતું. જેને લઈને વરસાદમાં પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. અને સ્થાનિકોને હેરાનગતી થઈ હતી. આ માત્ર અધિકારીઓની બેદરકારીને કારણે થયેલ છે. એક જ રોડ પર અધિકારી દ્વારા બે-ધારી નીતિ અમલમાં મૂકવામાં આવી રહી છે જે ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહી છે.