Vadodara હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ, ભીની આંખે પરિવારજનોએ આપી શ્રદ્ધાંજલિ

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું. ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોએ આજે મૃતકોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ ઘટનામાં દોષિત તમામ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. મૃતકોના પરિવારજનો દોષિતાને સજા થાય માટે ન્યાયની ભીખ માંગી રહ્યા છે.પરિવારજનોએ આપી શ્રદ્ધાંજલિહરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થવા પર આજે પરિવારજનોએ સન રાઈઝ સ્કૂલ ખાતે 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ગત 18 જાન્યુઆરીએ વડોદરામાં ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી.શહેરમાં આવેલ હરણી તળાવ ખાતે શાળાના બાળકો પિકનિક મનાવવા આવ્યા હતા. તળાવમાં બોટિંગ સહિતની અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવતી હતી. તળાવમાં બોટિંગ એક્ટિવિટ કરતી વખતે બોટ પલટી ખાતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ. તળાવમાં બોટ પલટી જતા શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. ઘટનાને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો. બોટમાં ક્ષમતા કરતાં વધુ વજન થવાના કારણે આ બનાવ બન્યો હોવાનું કારણ સામે આવ્યું હતું. પરિવારજનોની ન્યાયની ભીખ હરણી બોટકાંડમાં કૂલ 14 લોકોના મોત થવા મામલે 21 આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી.કોટિયા પ્રોજેકટના હાથમાં લેકનું સંચાલન હતું.બોટકાંડ દુર્ઘટનાને લઈને હોબાળો થતાં બોટ ચાલક, કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં લેવાયાની લૂલી કામગીરી થઈ હતી.પિકનિક માટે શાળાએ બાળકોને મૂકવા ગયેલ વાલીઓને એ દિવસે ખબર નહોતી કે સાંજે તેમના મૃતદેહ ઘરે આવશે. બોટ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવનારા પરિવારજનો આજે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. આજે 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ કાંડને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. જેને લઈને પરિવારજનો ન્યાયની ભીખ માંગી રહ્યા છે. ક્યાં સુધી તંત્ર દ્વારા આવા કાંડ પર આંખ આડા કાન કરાશે?

Vadodara હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ, ભીની આંખે પરિવારજનોએ આપી શ્રદ્ધાંજલિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું. ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોએ આજે મૃતકોને ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી. વર્ષ પૂર્ણ થયા બાદ પણ આ ઘટનામાં દોષિત તમામ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. મૃતકોના પરિવારજનો દોષિતાને સજા થાય માટે ન્યાયની ભીખ માંગી રહ્યા છે.

પરિવારજનોએ આપી શ્રદ્ધાંજલિ

હરણી બોટકાંડને એક વર્ષ પૂર્ણ થવા પર આજે પરિવારજનોએ સન રાઈઝ સ્કૂલ ખાતે 14 મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ગત 18 જાન્યુઆરીએ વડોદરામાં ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી.શહેરમાં આવેલ હરણી તળાવ ખાતે શાળાના બાળકો પિકનિક મનાવવા આવ્યા હતા. તળાવમાં બોટિંગ સહિતની અન્ય એક્ટિવિટી પણ કરવામાં આવતી હતી. તળાવમાં બોટિંગ એક્ટિવિટ કરતી વખતે બોટ પલટી ખાતા ગોઝારી દુર્ઘટના સર્જાઈ. તળાવમાં બોટ પલટી જતા શાળાના 12 બાળકો અને 2 શિક્ષકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા. ઘટનાને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો. બોટમાં ક્ષમતા કરતાં વધુ વજન થવાના કારણે આ બનાવ બન્યો હોવાનું કારણ સામે આવ્યું હતું.

પરિવારજનોની ન્યાયની ભીખ 

હરણી બોટકાંડમાં કૂલ 14 લોકોના મોત થવા મામલે 21 આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી.કોટિયા પ્રોજેકટના હાથમાં લેકનું સંચાલન હતું.બોટકાંડ દુર્ઘટનાને લઈને હોબાળો થતાં બોટ ચાલક, કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે પગલાં લેવાયાની લૂલી કામગીરી થઈ હતી.પિકનિક માટે શાળાએ બાળકોને મૂકવા ગયેલ વાલીઓને એ દિવસે ખબર નહોતી કે સાંજે તેમના મૃતદેહ ઘરે આવશે. બોટ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવનારા પરિવારજનો આજે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા હતા. આજે 18 જાન્યુઆરીના રોજ હરણી બોટ કાંડને એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ તમામ આરોપીઓ જામીન પર મુક્ત છે. જેને લઈને પરિવારજનો ન્યાયની ભીખ માંગી રહ્યા છે. ક્યાં સુધી તંત્ર દ્વારા આવા કાંડ પર આંખ આડા કાન કરાશે?