Vadodara: મ્યુ. કમિશ્નર દિલીપ રાણા ભક્તો સાથે બાખડી પડ્યાં
વડોદરાનાં મ્યુ.કમિશ્નરની તુમાખીનો વિડિયો વાયરલ કમિશ્નર દિલીપ રાણા અભદ્ર ભાષા બોલતા જોવા મળ્યા જીભાજોડી કરી કમિશ્નરે યુવકનો હાથ પકડી લીધો વડોદરામાં તળાવની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં પાણી નહીં હોવાથી મૂર્તિઓ ક્યાં વિસર્જન કરવી તે બાબતે વિવાદ થયો હતો. જે જોતાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ભક્તો વચ્ચે માથાકૂટ થઈ હતી. વડોદરા શહેરમા દશામાંની મૂર્તિ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે વિસર્જન દરમિયાન થોડી જ દશામાની મૂર્તિમાં આ કુત્રિમ તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. જેને લઈને ભક્તોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. માતાજીની આવી અવદશાને પગલે સવાર પડતા જ માંજલપુરમાં ભક્તોએ એકત્રિત થઈ ભાજપા હાય...હાય...ના નારા લગાવ્યા હતા. પાલિકાની કામગીરી પર પ્રશ્નો થયા અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે માહોલ ગરમાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે ભાજપાના દંડક શૈલેષ પાટીલે ટ્રાયલ બેઝ ઉપર કહીને છટક બારી શોધતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરતાં તંત્રની કામગીરી સાવ નબળી જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ હજી થોડા દિવસોમાં જ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાશે? જે ચર્ચાએ વડોદરા શહેરમાં ભારે વેગ પકડ્યો છે. ભક્તોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. શહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક ભક્તોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ભરાઈ ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લોકોની આસ્થા સામે તંત્રની બેદરકારી દશામાનુ વ્રત આવે ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીને રીઝવવા માટે 10 દિવસ ઉપવાસ કરીને શ્રદ્ધાભેર માતાજીની આગતા સ્વાગતા કરી ભારે ઉલ્લાસથી માતાજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. વડોદરામાં મૂર્તિ વિસર્જન વખતે પાલિકાની કામગીરીની પોલ ખૂલી હતી. વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. કોર્પોરેશનને પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે. તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી હતી, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ઉપસ્થિત લોકોએ તો જણાવ્યું હતું કે હવે ગણપતિ મહોત્સવમાં પણ કોર્પોરેશન આ પ્રકારની કામગીરી કરશે, તો વડોદરા શહેરના ભાવી ભક્તો આ બાબતે ચલાવી લેશે નહીં અને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. જે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરાનાં મ્યુ.કમિશ્નરની તુમાખીનો વિડિયો વાયરલ
- કમિશ્નર દિલીપ રાણા અભદ્ર ભાષા બોલતા જોવા મળ્યા
- જીભાજોડી કરી કમિશ્નરે યુવકનો હાથ પકડી લીધો
વડોદરામાં તળાવની બાજુમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં પાણી નહીં હોવાથી મૂર્તિઓ ક્યાં વિસર્જન કરવી તે બાબતે વિવાદ થયો હતો. જે જોતાં વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને ભક્તો વચ્ચે માથાકૂટ થઈ હતી.
વડોદરા શહેરમા દશામાંની મૂર્તિ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા માંજલપુર વિસ્તારમાં કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે વિસર્જન દરમિયાન થોડી જ દશામાની મૂર્તિમાં આ કુત્રિમ તળાવ છલોછલ ભરાઈ ગયું હતું. જેને લઈને ભક્તોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળ્યો હતો. માતાજીની આવી અવદશાને પગલે સવાર પડતા જ માંજલપુરમાં ભક્તોએ એકત્રિત થઈ ભાજપા હાય...હાય...ના નારા લગાવ્યા હતા.
પાલિકાની કામગીરી પર પ્રશ્નો થયા
અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે માહોલ ગરમાતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જ્યારે ભાજપાના દંડક શૈલેષ પાટીલે ટ્રાયલ બેઝ ઉપર કહીને છટક બારી શોધતા તંત્ર સામે ભારે આક્રોશ ઠાલવી આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. મહત્વનું છે કે ભક્તોની આસ્થા સાથે ખિલવાડ કરતાં તંત્રની કામગીરી સાવ નબળી જોવા મળી છે. એટલું જ નહીં પરંતુ હજી થોડા દિવસોમાં જ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આવી જ પરિસ્થિતિ સર્જાશે? જે ચર્ચાએ વડોદરા શહેરમાં ભારે વેગ પકડ્યો છે.
ભક્તોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો
વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાંની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. શહેરમાં મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક ભક્તોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ભરાઈ ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
લોકોની આસ્થા સામે તંત્રની બેદરકારી
દશામાનુ વ્રત આવે ત્યારે શ્રદ્ધાળુઓ માતાજીને રીઝવવા માટે 10 દિવસ ઉપવાસ કરીને શ્રદ્ધાભેર માતાજીની આગતા સ્વાગતા કરી ભારે ઉલ્લાસથી માતાજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. વડોદરામાં મૂર્તિ વિસર્જન વખતે પાલિકાની કામગીરીની પોલ ખૂલી હતી. વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. કોર્પોરેશનને પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે. તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? ક્ષમતા કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી હતી, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.
ઉપસ્થિત લોકોએ તો જણાવ્યું હતું કે હવે ગણપતિ મહોત્સવમાં પણ કોર્પોરેશન આ પ્રકારની કામગીરી કરશે, તો વડોદરા શહેરના ભાવી ભક્તો આ બાબતે ચલાવી લેશે નહીં અને વહીવટી તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરશે. જે ચર્ચાએ ભારે જોર પકડ્યું છે.