Vadodara : માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

Jul 30, 2026 - 09:00
Vadodara : માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરા શહેરની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ બેઠક પર મુખ્યત્વે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધો અને રોમાંચક જંગ જોવા મળી રહ્યો છે. સ્વ. ધારાસભ્ય યોગેશ પટેલનો ગઢ ગણાતી આ બેઠક પર ભાજપ પોતાની વર્ચસ્વતા જાળવી રાખવા મથી રહ્યું છે, તો બીજી તરફ કોંગ્રેસે સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારી મજબૂત પડકાર ફેંક્યો છે.

2.19 લાખથી વધુ મતદારો માટે 260 મતદાન મથકો

ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, માંજલપુર વિસ્તારમાં કુલ 2,19,494 નોંધાયેલા મતદારો છે, જેમના માટે 260 મતદાન મથકો તૈયાર કરાયા છે. ચૂંટણી પરિણામ એટલે કે મતગણતરી 3જી ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે. કર્મચારીઓ સરળતાથી મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ અડધા દિવસની રજા અથવા સમયમાં છૂટછાટ આપવાની સરકારી સૂચના જારી કરવામાં આવી છે.

વરસાદ વચ્ચે વહીવટીતંત્રની ખાસ તૈયારીઓ

વરસાદની આગાહી વચ્ચે વધુને વધુ મતદાન કરાવવું એ તંત્ર માટે પડકારરૂપ છે. આ માટે મતદાન મથકો પર રેઈન-પ્રૂફ મંડપ, વોટર-પ્રૂફ ટેન્ટ અને જળભરાવ રોકવા ડી-વોટરિંગ પંપ તૈનાત કરાયા છે. સુરક્ષા માટે 1400 થી વધુ પોલીસકર્મીઓ અને અર્ધ-લશ્કરી દળો ખડકી દેવાયા છે.દેશમાં પ્રથમ વખત 'મોબાઈલ ડિપોઝિશન સેન્ટર'

મતદારોની સુવિધા માટે દેશમાં પ્રથમ વખત મતદાન મથકો પર જ મોબાઈલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરાયા છે, જ્યાં મતદારો ફોન જમા કરાવી શકશે. તમામ 260 મથકો પર 100% વેબકાસ્ટિંગ દ્વારા કલેક્ટર કચેરીથી લાઈવ મોનિટરિંગ થઈ રહ્યું છે.  


આ પણ વાંચો   :    Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0