Vadodara: માંજલપુર પોલીસ સ્ટેશનના લાંચિયા ASI અને PSI સસ્પેન્ડ, 10 હજારની લાંચ લેતા ઝડપાતા જેલભેગા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગના જ બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા અને સસ્પેન્ડ થતા ચકચાર મચી ગઈ છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો પૂર્વે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા એક સફળ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનની અંદર જ રમાયેલા આ લાંચકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શિસ્તભંગની આકરી કાર્યવાહી હાથ ધરી છે.
10હજારની લાંચ અને મહિલા પીએસઆઈની ફરાર
ઘટનાની વિગત એવી છે કે માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલા એક મારામારીના ગુનામાં આરોપીને પોલીસ હેરાનગતિ ન કરે તે માટે ત્યાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર અને એએસઆઈ જયકિશન ગામેતીએ રૂપિયા 10,000 ની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિકે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના અધિકારીઓએ ગોઠવેલા છટકા દરમિયાન એએસઆઈ જયકિશન ગામેતી લાંચની રોકડ રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે, આ રેડની ગંધ આવી જતાં મુખ્ય સૂત્રધાર ગણાતા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમાર પોલીસ સ્ટેશનથી જ રહસ્યમય રીતે ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
કોર્ટે જેલમાં મોકલ્યા, ખાતાકીય પગલાં શરૂ
પકડાયેલા આરોપી એએસઆઈ જયકિશન ગામેતીને એસીબી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડની મુદત પૂર્ણ થતાં આજે તેમને નામદાર અદાલતના આદેશથી જેલ હવાલે કરી દેવાયા છે. બીજી તરફ, કાયદાના રક્ષક હોવા છતાં પોતે ગુનેગાર બનીને ભૂગર્ભમાં ઉતરી ગયેલા મહિલા પીએસઆઈ મલ્લિકા પરમારની શોધખોળ માટે વડોદરા અને આસપાસના જિલ્લાઓમાં એસીબીની ટીમો દરોડા પાડી રહી છે. વડોદરા પોલીસ કમિશનરે ખાખી વર્દીને શર્મસાર કરનાર આ બંને કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરી દીધો છે, જેથી સરકારી વિભાગોમાં લાંચિયા તત્વો વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: Surat: અમરોલીમાં 21 વર્ષીય યુવતીને જાળમાં ફસાવી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પ્રકાશ પરમાર સામે ફરિયાદ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

