Vadodara: પાવીજેતપુર પોસ્ટ ઓફ્સિ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી

Aug 6, 2026 - 06:00
Vadodara: પાવીજેતપુર પોસ્ટ ઓફ્સિ પાસે લીમડાનું તોતિંગ વૃક્ષ ધરાશાયી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાવીજેતપુર બસ સ્ટેન્ડ ખાતે પોસ્ટ ઓફ્સિની બાજુમાં ઊભેલું લીમડાનું તોતિંગ વૃક્ષ મોડી રાત્રે પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદ દરમિયાન અચાનક જમીનદોસ્ત થયું હતું. વૃક્ષ નજીક એક કેબીનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે અન્ય બે કેબીનોને પણ મોટુ નુકસાન પહોંચ્યું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે ઘટના મોડી રાત્રે બનતાં સ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જેના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વૃક્ષ ધરાશાયી થતાં વીજલાઈનો પર પણ અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં એમ.જી.વી.સી.એલના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. અને સતત વરસતા વરસાદ વચ્ચે જોખમની પરવા કર્યા વગર વીજ પુરવઠો સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી હતી. કર્મચારીઓની ઝડપી અને સરાહનીય કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0