Vadodara: ડેસરમાંથી 3018 કિલો કોપર ઝડપાયું, કુલ 21,12,600નો મુદ્દામાલ જપ્ત
ડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખોની કિંમતના કોપર બોબીન સગેવગે થાય તે પહેલા જ ઝડપી પાડ્યા છે. ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધનતેજ ગામે ગ્રામ્ય LCB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી છે. હાલ આ મામલે આરોપીને મુદ્દામાલ સાથે ડેસર પોલીસ મથકમાં લાવીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.ડેસરમાંથી 3018 કિલો કોપર ઝડપાયું મળતી માહિતી મુજબ, વડોદરા ગ્રામ્ય LCB દ્વારા ગુનાખોરી ડામવા માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ધનતેજ ગામના હનુમાન ટેકરે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનોને 12 જેટલા ભારેભરખમ કોપર રોલ મળી આવ્યા હતા. જે તમામ મળીને અંદાજીત 3 હજાર કિલોથી વધુનું કોપર રિકવર કરવામાં આવ્યું હતું.બજારમાં રૂ. 700 પ્રતિકિલોનો આ કોપરનો ભાવબજારમાં કોપર ઉંચી કિંમતે વેચાય છે. આજની સ્થિતીએ અંદાજો લગાવીએ તો બજારમાં કોપરની ખરીદ કિંમત પ્રતિ કિલો રૂ. 700 આંકવામાં આવે છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂ. 21.12 લાખથી વધુની કિંમતનું કોપર જપ્ત કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આરોપી ધવલ પ્રતાપ સોલંકી ઉર્ફે ધલીયોની ધરપકડLCBએ સમગ્ર મામલે ધવલપ્રતાપ સોલંકી ઉર્ફે ધલીયોની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ મુદ્દામાલ સહિત આરોપીને ડેસર પોલીસ મથક લાવીને વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કોપર રોલ ક્યાંથી આવ્યા, તેનું શું કરવાનું હતું, આમાં કોણ કોણ સામેલ છે, સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે લાખોની કિંમતના કોપર બોબીન સગેવગે થાય તે પહેલા જ ઝડપી પાડ્યા છે. ડેસર પોલીસ મથકની હદમાં આવતા ધનતેજ ગામે ગ્રામ્ય LCB દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં એક આરોપીની અટકાયત કરવામાં સફળતા મળી છે. હાલ આ મામલે આરોપીને મુદ્દામાલ સાથે ડેસર પોલીસ મથકમાં લાવીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ડેસરમાંથી 3018 કિલો કોપર ઝડપાયું
મળતી માહિતી મુજબ, વડોદરા ગ્રામ્ય LCB દ્વારા ગુનાખોરી ડામવા માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા ધનતેજ ગામના હનુમાન ટેકરે તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં વડોદરા ગ્રામ્ય એલસીબીના જવાનોને 12 જેટલા ભારેભરખમ કોપર રોલ મળી આવ્યા હતા. જે તમામ મળીને અંદાજીત 3 હજાર કિલોથી વધુનું કોપર રિકવર કરવામાં આવ્યું હતું.
બજારમાં રૂ. 700 પ્રતિકિલોનો આ કોપરનો ભાવ
બજારમાં કોપર ઉંચી કિંમતે વેચાય છે. આજની સ્થિતીએ અંદાજો લગાવીએ તો બજારમાં કોપરની ખરીદ કિંમત પ્રતિ કિલો રૂ. 700 આંકવામાં આવે છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂ. 21.12 લાખથી વધુની કિંમતનું કોપર જપ્ત કર્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આરોપી ધવલ પ્રતાપ સોલંકી ઉર્ફે ધલીયોની ધરપકડ
LCBએ સમગ્ર મામલે ધવલપ્રતાપ સોલંકી ઉર્ફે ધલીયોની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ મુદ્દામાલ સહિત આરોપીને ડેસર પોલીસ મથક લાવીને વધુ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ કોપર રોલ ક્યાંથી આવ્યા, તેનું શું કરવાનું હતું, આમાં કોણ કોણ સામેલ છે, સહિતના અનેક સવાલોના જવાબો મેળવવાની દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.