Vadodara: ડેસરથી સાવલી અને ઉદલપુરના બિસમાર માર્ગની મરામતથી રાહત
ડેસરથી સાવલી અને ઉદલપુરનો 38 કિલોમીટરનો માર્ગ હાડકા ખોખરા કરી નાખે તેવા મોટા ખાડા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા હતા. ચોમાસામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી રોડ રસ્તા ધોવાઈ ગયા હતા. પરંતુ ડેસર તાલુકાનો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી અતિબિસ્માર હાલતમાં હતો. વારંવાર રજૂઆતનું પરિણામ માત્ર નહીવત ખાડા પૂરી દઈને તંત્ર સંતોષ માનતું હતું. ચોમાસા દરમિયાન. ઉદલપુરથી સાવલી 38 કિ.મીના માર્ગમાં અસહ્ય ખાડા પડી ગયા હતા. વાહનચાલકો અને ગ્રામજનો માટે માથાનો દુઃખાવો સાબિત થયો હતો. માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ સમયે દવાખાને પહોંચી શકતી નહોંતી. ત્યારે ડેસરના એક જાગૃત નાગરિક બાંધવ પટેલે ખખડધજ માર્ગ બાબતે વારંવાર મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી હતી. જ્યારે સાવલી ધારાસભ્યે પણ માર્ગની મરામત કરવા સરકારમાં રજૂઆતો કરાતા જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સાવલીથી ડેસર અને ઉદલપુર સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરી દઇ જરૂરત પ્રમાણેનું કાર્પેટીંગનું કામ શરુ કરાયું હતું. સાવલીથી ડેસર, અને વચ્છેસર ચોકડી સુધી મરામતનું કામ પુરું થઈ જતા વાહન ચાલકોને રાહત મળી છે. વચ્છેસર ચોકડીથી ઉદલપુરનું કામ હાલ પ્રગતિમાં છે. માર્ગ ઉપરના ખાડા પુરાઈ જતા માર્ગ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી નાના વાહનચાલકોને રાહત થઈ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડેસરથી સાવલી અને ઉદલપુરનો 38 કિલોમીટરનો માર્ગ હાડકા ખોખરા કરી નાખે તેવા મોટા ખાડા વાહન ચાલકો માટે માથાનો દુઃખાવો બન્યા હતા. ચોમાસામાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી રોડ રસ્તા ધોવાઈ ગયા હતા. પરંતુ ડેસર તાલુકાનો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષથી અતિબિસ્માર હાલતમાં હતો. વારંવાર રજૂઆતનું પરિણામ માત્ર નહીવત ખાડા પૂરી દઈને તંત્ર સંતોષ માનતું હતું.
ચોમાસા દરમિયાન. ઉદલપુરથી સાવલી 38 કિ.મીના માર્ગમાં અસહ્ય ખાડા પડી ગયા હતા. વાહનચાલકો અને ગ્રામજનો માટે માથાનો દુઃખાવો સાબિત થયો હતો. માર્ગ ઉપર પડેલા ખાડાઓના કારણે 108 એમ્બ્યુલન્સ પણ સમયે દવાખાને પહોંચી શકતી નહોંતી. ત્યારે ડેસરના એક જાગૃત નાગરિક બાંધવ પટેલે ખખડધજ માર્ગ બાબતે વારંવાર મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી હતી. જ્યારે સાવલી ધારાસભ્યે પણ માર્ગની મરામત કરવા સરકારમાં રજૂઆતો કરાતા જિલ્લા માર્ગ મકાન વિભાગ દ્વારા સાવલીથી ડેસર અને ઉદલપુર સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓ પુરી દઇ જરૂરત પ્રમાણેનું કાર્પેટીંગનું કામ શરુ કરાયું હતું. સાવલીથી ડેસર, અને વચ્છેસર ચોકડી સુધી મરામતનું કામ પુરું થઈ જતા વાહન ચાલકોને રાહત મળી છે. વચ્છેસર ચોકડીથી ઉદલપુરનું કામ હાલ પ્રગતિમાં છે. માર્ગ ઉપરના ખાડા પુરાઈ જતા માર્ગ ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી નાના વાહનચાલકોને રાહત થઈ છે.