Vadodara: જનસેવા કેન્દ્રનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન, કહ્યું "વિશ્વમાં ગુજરાતની ગૂંજ"
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. વિકાસ સપ્તાહ નિમિત્તની મુખ્યમંત્રીની આ મુલાકાત શહેર જિલ્લા માટે વિકાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરામાં અટલ સાંસદ જનસેવા કેન્દ્રનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.વડોદરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ કોઈના માટે શરૂઆત હોય છે. બોજ રાખ્યા વગર કામ કરીએ તો સક્સેસ થવાય છે. પરિસ્થિતિ કોઈના જીવનમાં એકસરખી રહી નથી.અમદાવાદમાં રતનપોળ છે જ્યાં બધા કાપડના વેપારીઓ છે. ગભરાવવાનું નહીં આપણે આપણો વિચાર દુનિયા સામે મૂકવો જોઇએ. એક્સેપટ થાય છે કે નહીં તે દુનિયા નક્કી કરશે. કાશ્મીરમાં પહેલીવાર સંવિધાન સાથે સરકારે શપથ લીધા છે. પર્યાવરણને સાથે રાખોને ચાલવાની જરૂર છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી તંત્રને ટકોર કરતા કહ્યું હતું કે, આજે વડોદરા આવ્યો ત્યારે સફાઈ જોવા મળી છે. પરંતુ મુખ્યમંત્રી આવે ત્યારે જ સફાઈ ન થવી જોઈએ...આ પ્રકારની સફાઈ કાયમ માટે થવી જોઈએ. આપણા ગુજરાતને સ્વચ્છ ગુજરાતની છબી ઉભી કરીએ..મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાવલી તાલુકાના કનોડા - પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૪૧૨ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે નજીકના મેગા કાસ્ટ એલોય કેમ્પસમાં આયોજિત વિકાસ પર્વ સભામાં ૨૧૦ સંપન્ન થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને અન્ય ૨૫૭ કામોનું ખાતમુહૂર્ત કરશે.સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીઆ વિકાસ પર્વના મુખ્ય કામોમાં સિંચાઇ ની સુવિધા આપતા પોઇચા મહીસાગર વિયર ઉપરાંત પંચાયત વિભાગ રૂ. ૫૮.૬૪ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ૪૫ રસ્તાના કામોનું તેમજ રૂ.૬.૭૭ કરોડના ખર્ચે બનનાર સાવલી એસ.ટી.ડેપોના વર્કશોપ નું ખાતમુહૂર્ત અને રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સાવલી ખેતવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિના નવા ગોદામના લોકાર્પણનો તથા અન્ય આયોજિત/ અમલિત વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે છે. વિકાસ સપ્તાહ નિમિત્તની મુખ્યમંત્રીની આ મુલાકાત શહેર જિલ્લા માટે વિકાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વડોદરામાં અટલ સાંસદ જનસેવા કેન્દ્રનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
વડોદરાના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ કોઈના માટે શરૂઆત હોય છે. બોજ રાખ્યા વગર કામ કરીએ તો સક્સેસ થવાય છે. પરિસ્થિતિ કોઈના જીવનમાં એકસરખી રહી નથી.અમદાવાદમાં રતનપોળ છે જ્યાં બધા કાપડના વેપારીઓ છે. ગભરાવવાનું નહીં આપણે આપણો વિચાર દુનિયા સામે મૂકવો જોઇએ. એક્સેપટ થાય છે કે નહીં તે દુનિયા નક્કી કરશે. કાશ્મીરમાં પહેલીવાર સંવિધાન સાથે સરકારે શપથ લીધા છે. પર્યાવરણને સાથે રાખોને ચાલવાની જરૂર છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વહીવટી તંત્રને ટકોર કરતા કહ્યું હતું કે, આજે વડોદરા આવ્યો ત્યારે સફાઈ જોવા મળી છે. પરંતુ મુખ્યમંત્રી આવે ત્યારે જ સફાઈ ન થવી જોઈએ...આ પ્રકારની સફાઈ કાયમ માટે થવી જોઈએ. આપણા ગુજરાતને સ્વચ્છ ગુજરાતની છબી ઉભી કરીએ..
મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાવલી તાલુકાના કનોડા - પોઇચા ગામે નર્મદા અને કલ્પસર પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. ૪૧૨ કરોડ કરતાં વધુ રકમના ખર્ચે નિર્માણ પામનારા મહિસાગર વિયરના કામનું ખાતમુહૂર્ત કરશે. તેની સાથે નજીકના મેગા કાસ્ટ એલોય કેમ્પસમાં આયોજિત વિકાસ પર્વ સભામાં ૨૧૦ સંપન્ન થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને અન્ય ૨૫૭ કામોનું ખાતમુહૂર્ત કરશે.
સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓની હાજરી
આ વિકાસ પર્વના મુખ્ય કામોમાં સિંચાઇ ની સુવિધા આપતા પોઇચા મહીસાગર વિયર ઉપરાંત પંચાયત વિભાગ રૂ. ૫૮.૬૪ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર ૪૫ રસ્તાના કામોનું તેમજ રૂ.૬.૭૭ કરોડના ખર્ચે બનનાર સાવલી એસ.ટી.ડેપોના વર્કશોપ નું ખાતમુહૂર્ત અને રૂ.૨.૨૦ કરોડના ખર્ચે સાવલી ખેતવાડી બજાર ઉત્પન્ન બજાર સમિતિના નવા ગોદામના લોકાર્પણનો તથા અન્ય આયોજિત/ અમલિત વિકાસ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ અને કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાશે.