મોંધાદાટ ચશ્મા, નવા નક્કોર ઝાડું...વડોદરામાં સફાઈ ઝુંબેશ કરનારા 'એમ્બેસેડરો' પૂરની પરિસ્થિતિ બાદ કામગીરીમાંથી ગાયબ
Flood in Vadodara : વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશ કરનારા બ્રાન્ડ એમ્બેસેડરો પૂરની પરિસ્થિતિ બાદ સફાઈ ઝુંબેશમાં અદ્રશ્ય થઈ ગયા છે. બની ઠનીને હાથમાં નવું નક્કોર ઝાડું પકડી ફોટા પડાવેલા વડોદરાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરો ખોવાયા છે તેવો આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં, તેમજ નદી જેવી કુદરતી વરસાદી ભૂખી કાંસમાં ખુબ મોટું વિનાશક પુર આવેલું જેમાં લગભગ પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલું. હરણી, સમા, છાણી અને કારેલીબાગ જેવા વિસ્તારોમાં તો લોકોના ઘરોના સોફા, પલંગ, ગાદલા, ડાઈનીંગ ટેબલ, રેફ્રીજરેટર, વોશિંગ મશીન, ઘરઘંટી, પહેરવાના કપડા, અનાજ-કઠોળ સહીત સ્કુટર અને કારનો સંપૂર્ણ નુકશાન થઇ ગયેલું છે. રહીશોએ પૂરના ત્રણ દિવસ રહેલા પાણીમાં સડી ગયેલું અનાજ-કઠોળ, ગાદલા, કપડા, ફર્નીચર ઘર બહાર મુકેલું છે તે ઉપરાંત વિશ્વામિત્રી નદીના પૂરમાં તણાઈને આવેલ કચરાના પણ ઢગલા હવે ઉકરડામાં ફેરવાઈ ગયા છે. શહેરમાં ઘણીબધી જગ્યાએ ઝાડ પડી જતા, પડ્યા પડ્યા કોહવાઈ રહ્યા છે. ગંદકીના ઢગલા સોસાયટી અને રસ્તાઓ ઉપર પડી રહેલા છે અને અત્યંત દુર્ગંધ મારે છે. વડોદરા મહાનગરપાલિકા શહેરના તમામ વિસ્તારોમાં એકસાથે સાફસફાઈ કરી શકે તેવી સુવિધા ધરાવતું નથી જેથી આગામી દિવસોમાં રોગચાળો ફેલાય તેની પુરેપુરી શક્યતાઓ દેખાય છે.ભારત દેશ આઝાદ થયો બાદમાં સ્વચ્છતાને અગ્રીમતા બે લોકોએ આપી છે. સૌથી પ્રથમ રાષ્ટ્રપિતા ગાંધીજી અને બીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જયારે 2014મા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સત્તા ગ્રહણ કરેલ અને સ્વચ્છતાને અગ્રીમ મુદ્દો બનાવીને સ્વચ્છતા અભિયાન શરુ કરેલું. નરેન્દ્રની જેમાં અમે પણ સ્વચ્છતા ના આગ્રહી છીએ એવો ઢોંગ રચવામાં વડોદરા ભાજપાના અગ્રણીઓમાં રેસ લાગેલી. વડોદરા શહેરના કેટલાક રાજકારણીઓએ મોઘાદાટ લીનનના શર્ટ, રેબનના ગોગલ્સ પહેરી, કેટલીક મહિલાઓ સિલ્કની સાડીઓમા ફૂલ મેકઅપ સાથે સજ્જ થઇ, અત્તરનો છટકાવ સાથે મોઘીદાટ ગાડીઓમાંથી ઉતરીને હાથમાં નવાનક્કોર ઉભા ડંડા વાળા ઝાડું પકડીને ફોટા પડાવી ઉપર સુધી મોકલતા. એક ફોટામાં તો પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને પૂર્વ સાંસદ રંજનબેન એક જ ઝાડુંનો દંડો બન્નેવ જણે સાથે પકડીને જાણે મસાલ પકડી હોય તેમ ફોટા પડાવેલા. પૂર્વ મેયર અને પૂર્વ બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરત ડાંગર, પૂર્વ મ્યુનીસીપલ ડૉ.વિનોદ રાવ પણ શાશનને ખુશ કરવા હાથમાં નવા નક્કોર ડંડા ઝાડું પકડીને ફોટા પડાવેલા હતા અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા અકોટા દાંડીયાબજાર બ્રીજ ઉપર પાલિકાના કર્મચારીઓ અને બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે સફેદ યુનિફોર્મ પહેરીને ઝાડું ડાન્સ કરેલો હતો. વડોદરામાં સ્વપ્રસંસા પ્રેમી નવરચના સ્કુલના તેજલબેન અમીન પણ રાતોરાત નરેન્દ્ર મોદીના પગલે સ્વચ્છતાના આગ્રહી બનીને "બકો' માસ્કોટ સાથે યુનિફોર્મ વાળા સફાઈ સેવકો વડોદરા શહેરમાં મૂકીને રોજ સફાઈ કરાવશે તેવી સ્ટાર હોટલમાં બેસીને જાહેરાત કરેલ, હોર્ડીંગો લગાવેલા અને પોતે પણ ડંડા ઝાડું પકડીને જાણે કચરો સાફ કરતા હોય તેવા ફોટા પડાવેલા હતા. આ બધા ઝાડું પકડીને ફોટા પડાવનારાઓને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવીને સ્વચ્છતાના એમ્બેસેડર તરીકે સન્માન પણ કરાયું હતું. સ્વચ્છતાના શપથ તો જયારે મેયર તરીકે કેયુર રોકડિયા હતા ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે લીધેલા હતા.હાલ જયારે વડોદરા શહેરમાં ઐતિહાસિક સીમા ઓળંગતા વિશ્વામિત્રી નદીના પૂરથી પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલ અને પૂર ઉતરી જતા ખુબ ગંદકી અને ઉકરડાના ઢગલા થયેલા છે અને આજે જયારે સ્વચ્છતાની તાતી જરૂરિયાત છે ત્યારે હાથમાં ડંડાવાળું ઝાડું પકડીને ફોટા પડાવતા, ઝાડું ડાંસ કરતા અને રોજ બરોજ સ્વચ્છતાના શપથ લેતા હતા તે બધા ક્યા ખોવાઈ ગયા....? જો આ બધા સાચેજ આત્મા અને દિલથી સ્વચ્છતાના હિમાયતી હોય તો આજે પણ ઝાડું પકડીને સ્વચ્છતામાં જોડાઈ જાય તેવી અપીલ કરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Flood in Vadodara : વડોદરા શહેરમાં સફાઈ ઝુંબેશ કરનારા બ્રાન્ડ એમ્બેસેડરો પૂરની પરિસ્થિતિ બાદ સફાઈ ઝુંબેશમાં અદ્રશ્ય થઈ ગયા છે. બની ઠનીને હાથમાં નવું નક્કોર ઝાડું પકડી ફોટા પડાવેલા વડોદરાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરો ખોવાયા છે તેવો આક્ષેપ વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરાના એડવોકેટ શૈલેષ અમીને કર્યો છે.
તેમણે જણાવ્યું છે કે, વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં, તેમજ નદી જેવી કુદરતી વરસાદી ભૂખી કાંસમાં ખુબ મોટું વિનાશક પુર આવેલું જેમાં લગભગ પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલું. હરણી, સમા, છાણી અને કારેલીબાગ જેવા વિસ્તારોમાં તો લોકોના ઘરોના સોફા, પલંગ, ગાદલા, ડાઈનીંગ ટેબલ, રેફ્રીજરેટર, વોશિંગ મશીન, ઘરઘંટી, પહેરવાના કપડા, અનાજ-કઠોળ સહીત સ્કુટર અને કારનો સંપૂર્ણ નુકશાન થઇ ગયેલું છે. રહીશોએ પૂરના ત્રણ દિવસ રહેલા પાણીમાં સડી ગયેલું અનાજ-કઠોળ, ગાદલા, કપડા, ફર્નીચર ઘર બહાર મુકેલું છે તે ઉપરાંત વિશ્વામિત્રી નદીના પૂરમાં તણાઈને આવેલ કચરાના પણ ઢગલા હવે ઉકરડામાં ફેરવાઈ ગયા છે. શહેરમાં ઘણીબધી જગ્યાએ ઝાડ પડી જતા, પડ્યા પડ્યા કોહવાઈ રહ્યા છે. ગંદકીના ઢગલા સોસાયટી અને રસ્તાઓ ઉપર પડી રહેલા છે અને અત્યંત દુર્ગંધ મારે છે. વડોદરા મહાનગરપાલિકા શહેરના તમામ વિસ્તારોમાં એકસાથે સાફસફાઈ કરી શકે તેવી સુવિધા ધરાવતું નથી જેથી આગામી દિવસોમાં રોગચાળો ફેલાય તેની પુરેપુરી શક્યતાઓ દેખાય છે.
ભારત દેશ આઝાદ થયો બાદમાં સ્વચ્છતાને અગ્રીમતા બે લોકોએ આપી છે. સૌથી પ્રથમ રાષ્ટ્રપિતા ગાંધીજી અને બીજા વડાપ્રધાન નરેન્દ્ર મોદી. જયારે 2014મા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સત્તા ગ્રહણ કરેલ અને સ્વચ્છતાને અગ્રીમ મુદ્દો બનાવીને સ્વચ્છતા અભિયાન શરુ કરેલું. નરેન્દ્રની જેમાં અમે પણ સ્વચ્છતા ના આગ્રહી છીએ એવો ઢોંગ રચવામાં વડોદરા ભાજપાના અગ્રણીઓમાં રેસ લાગેલી. વડોદરા શહેરના કેટલાક રાજકારણીઓએ મોઘાદાટ લીનનના શર્ટ, રેબનના ગોગલ્સ પહેરી, કેટલીક મહિલાઓ સિલ્કની સાડીઓમા ફૂલ મેકઅપ સાથે સજ્જ થઇ, અત્તરનો છટકાવ સાથે મોઘીદાટ ગાડીઓમાંથી ઉતરીને હાથમાં નવાનક્કોર ઉભા ડંડા વાળા ઝાડું પકડીને ફોટા પડાવી ઉપર સુધી મોકલતા. એક ફોટામાં તો પૂર્વ ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને પૂર્વ સાંસદ રંજનબેન એક જ ઝાડુંનો દંડો બન્નેવ જણે સાથે પકડીને જાણે મસાલ પકડી હોય તેમ ફોટા પડાવેલા. પૂર્વ મેયર અને પૂર્વ બેંક ઓફ બરોડાના ડાયરેક્ટર ભરત ડાંગર, પૂર્વ મ્યુનીસીપલ ડૉ.વિનોદ રાવ પણ શાશનને ખુશ કરવા હાથમાં નવા નક્કોર ડંડા ઝાડું પકડીને ફોટા પડાવેલા હતા અને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવા અકોટા દાંડીયાબજાર બ્રીજ ઉપર પાલિકાના કર્મચારીઓ અને બેંક ઓફ બરોડાના સ્ટાફ સાથે સફેદ યુનિફોર્મ પહેરીને ઝાડું ડાન્સ કરેલો હતો. વડોદરામાં સ્વપ્રસંસા પ્રેમી નવરચના સ્કુલના તેજલબેન અમીન પણ રાતોરાત નરેન્દ્ર મોદીના પગલે સ્વચ્છતાના આગ્રહી બનીને "બકો' માસ્કોટ સાથે યુનિફોર્મ વાળા સફાઈ સેવકો વડોદરા શહેરમાં મૂકીને રોજ સફાઈ કરાવશે તેવી સ્ટાર હોટલમાં બેસીને જાહેરાત કરેલ, હોર્ડીંગો લગાવેલા અને પોતે પણ ડંડા ઝાડું પકડીને જાણે કચરો સાફ કરતા હોય તેવા ફોટા પડાવેલા હતા. આ બધા ઝાડું પકડીને ફોટા પડાવનારાઓને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવીને સ્વચ્છતાના એમ્બેસેડર તરીકે સન્માન પણ કરાયું હતું. સ્વચ્છતાના શપથ તો જયારે મેયર તરીકે કેયુર રોકડિયા હતા ત્યારે ગાંધીજીની પ્રતિમા પાસે લીધેલા હતા.
હાલ જયારે વડોદરા શહેરમાં ઐતિહાસિક સીમા ઓળંગતા વિશ્વામિત્રી નદીના પૂરથી પોણા ભાગનું વડોદરા ડૂબી ગયેલ અને પૂર ઉતરી જતા ખુબ ગંદકી અને ઉકરડાના ઢગલા થયેલા છે અને આજે જયારે સ્વચ્છતાની તાતી જરૂરિયાત છે ત્યારે હાથમાં ડંડાવાળું ઝાડું પકડીને ફોટા પડાવતા, ઝાડું ડાંસ કરતા અને રોજ બરોજ સ્વચ્છતાના શપથ લેતા હતા તે બધા ક્યા ખોવાઈ ગયા....? જો આ બધા સાચેજ આત્મા અને દિલથી સ્વચ્છતાના હિમાયતી હોય તો આજે પણ ઝાડું પકડીને સ્વચ્છતામાં જોડાઈ જાય તેવી અપીલ કરી છે.