Ahmedabad: કાબૂમાં નહીં લેવાય તો ડ્રગ્સ પણ દારૂની જેમ ગલીઓમાં વેચાશે
સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4567 કિલો ગાંજા સાથે પકડાયેલ અનવરહુસેન સાદિક હુસેન શેખની જામીન અરજી એનડીપીએસના ખાસ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, દેશમાં નશીલ પદાર્થોનું વેચાણ દેશને ખોખલો કરવા માટે મોટાપાયે રેકેટ ચલાવીને કરવામાં આવી રહેલ છે કિશોર અવસ્થાના બાળકો તથા યુવાનોને નશાની લતમાં ચડાવી યુવાધનને નાશ કરવાની પ્રવૃત્તિ દેશ વિરોધી તત્વો ચલાવી રહેલ છે.જો આવા રેકેટને અંકુશમાં લેવામાં નહીં આવે તો દારૂની જેમ ગલીએ ગલીએ ડ્રગ્સ વગેરેનું વેચાણ થતુ જોવા મળશે. જો આ પરિસ્થિતિની ગંભીરતાથી વિચારણા કરવામાં નહીં આવે તો દારૂના કેસોનો જેમ કોર્ટમાં ભરાવો થતાં ફેંસલ થયેલા છે તેમ આ કેસોમાં પણ ઘાટ ઘડાશે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો સમાજના નાજુક અવસ્થાના નાગરિકોને વિપરીત અસર પહોંચાડે તેમ છે. આથી આરોપીને જામીન પર મુકત કરવો ન્યાજબી કે ન્યાયોચિત જણાતુ નથી.આ કેસની વિગત એવી છે કે, સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બેગકોંકથી આવેલ અનવરહુસેન સાદિક હુસેન શેખને એર ઈન્ટેલીજન્ટ યુનિટ દ્વારા 4567 ગ્રામ મારૂઆના ડ્રગ્સ (ગાંજો) મળી આવ્યો હતો. કસ્ટમના એર ઈન્ટેલીજન્ટ યુનિટ દ્વારા આરોપી અનવરહુસેન શેખની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં કસ્ટમ તરફથી કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી મારીજુઆ (ગાંજો)નો જથ્થો મળી આવ્યો છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો ફરી ડ્ગ્સની હેરાફેરી કરીને દેશના યુવા ધનને બરબાદ કરશે. જેથી જામીન અરજી ફગાવી જોઈએ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 4567 કિલો ગાંજા સાથે પકડાયેલ અનવરહુસેન સાદિક હુસેન શેખની જામીન અરજી એનડીપીએસના ખાસ જજ ભરત લાલચંદ ચોઈથાણીએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, દેશમાં નશીલ પદાર્થોનું વેચાણ દેશને ખોખલો કરવા માટે મોટાપાયે રેકેટ ચલાવીને કરવામાં આવી રહેલ છે કિશોર અવસ્થાના બાળકો તથા યુવાનોને નશાની લતમાં ચડાવી યુવાધનને નાશ કરવાની પ્રવૃત્તિ દેશ વિરોધી તત્વો ચલાવી રહેલ છે.
જો આવા રેકેટને અંકુશમાં લેવામાં નહીં આવે તો દારૂની જેમ ગલીએ ગલીએ ડ્રગ્સ વગેરેનું વેચાણ થતુ જોવા મળશે. જો આ પરિસ્થિતિની ગંભીરતાથી વિચારણા કરવામાં નહીં આવે તો દારૂના કેસોનો જેમ કોર્ટમાં ભરાવો થતાં ફેંસલ થયેલા છે તેમ આ કેસોમાં પણ ઘાટ ઘડાશે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો સમાજના નાજુક અવસ્થાના નાગરિકોને વિપરીત અસર પહોંચાડે તેમ છે. આથી આરોપીને જામીન પર મુકત કરવો ન્યાજબી કે ન્યાયોચિત જણાતુ નથી.આ કેસની વિગત એવી છે કે, સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી બેગકોંકથી આવેલ અનવરહુસેન સાદિક હુસેન શેખને એર ઈન્ટેલીજન્ટ યુનિટ દ્વારા 4567 ગ્રામ મારૂઆના ડ્રગ્સ (ગાંજો) મળી આવ્યો હતો. કસ્ટમના એર ઈન્ટેલીજન્ટ યુનિટ દ્વારા આરોપી અનવરહુસેન શેખની ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યો હતો. દરમ્યાનમાં આરોપીએ જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.જેમાં કસ્ટમ તરફથી કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી મારીજુઆ (ગાંજો)નો જથ્થો મળી આવ્યો છે. આરોપીને જામીન પર મુકત કરવામાં આવશે તો ફરી ડ્ગ્સની હેરાફેરી કરીને દેશના યુવા ધનને બરબાદ કરશે. જેથી જામીન અરજી ફગાવી જોઈએ.