Vadodara કોર્પોરેશનની લાલિયાવાડી, LIG મકાનોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Aug 26, 2025 - 17:30
Vadodara કોર્પોરેશનની લાલિયાવાડી, LIG મકાનોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા એફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ બનાવવામાં આવેલા એલ.આઈ.જી. મકાનોની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. શહેરમાં વાસણા રોડ પર બનાવેલા આ ફ્લેટોમાં ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે રહીશો હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ મકાનોની ગુણવત્તા અત્યંત નબળી છે. બિલ્ડીંગના પાર્કિંગમાં મોટા ભૂવા પડી ગયા છે અને લગાવેલા પેવર બ્લોક બેસી ગયા છે. જેના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે.

પાર્કિંગમાં ભૂવા, પેવર બ્લોક બેસી ગયા

આ ઉપરાંત કોન્ટ્રાક્ટરે ઓઇલ પેઇન્ટના બદલે માત્ર ચૂનો ચોપડ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ રહીશોએ કર્યો છે. રહીશોએ જણાવ્યું હતું કે તેઓએ આ સમસ્યાઓ અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા જનરેટર મશીન અને સોલાર પેનલ પણ હાલ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. કારણ કે તેનો કોઈ ઉપયોગ થતો નથી.

વારંવારની રજૂઆત છતાં તંત્ર બેધ્યાન

આ સમગ્ર મામલે સોસાયટીના પ્રમુખે કોર્પોરેશન પાસેથી આ મકાનોનો સ્ટેબિલિટી રિપોર્ટ લેખિતમાં આપવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે નબળા બાંધકામને કારણે રહીશોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. જો સમયસર આ મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે છે. આ ઘટના કોર્પોરેશનની કામગીરી અને કોન્ટ્રાક્ટરો પરના નિયંત્રણ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0