Vadodaraમાં વરસાદે વધારી ચિંતા, આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રહેશે રજા

વડોદરામાં ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ સૂચના આપી છે. ત્યારે કેટલાક સ્થળોએ બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીનું લેવલ હજુ વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવતીકાલે વરસાદ વરસશે તો રેસ્ક્યુ માટેની ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. 

Vadodaraમાં વરસાદે વધારી ચિંતા, આવતીકાલે તમામ શાળા-કોલેજોમાં રહેશે રજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં ભારે વરસાદને પગલે આવતીકાલે તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે શિક્ષણાધિકારીએ આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે.

વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું

તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીનું લેવલ હાલમાં 23 ફૂટ પર પહોંચ્યું છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્રએ સૂચના આપી છે. ત્યારે કેટલાક સ્થળોએ બાળકો અને વૃદ્ધોનું રેસ્ક્યુ હાથ ધરાયું છે. ઉપરવાસમાં વરસાદને પગલે નદીનું લેવલ હજુ વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આવતીકાલે વરસાદ વરસશે તો રેસ્ક્યુ માટેની ટીમો પણ તૈનાત કરવામાં આવેલી છે. 


સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.