Vadodaraમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક, પૂરને લઈને કહી આ વાત
વડોદરામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ નિવેદમ આપ્યું હતું પુરગ્રસ્ત લોકોને સહાય કરનાર લોકોનો હું આભાર માનું છું વડોદરામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે. હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈ બેઠક કરી છે. બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ નિવેદમ આપ્યું હતું. છેલ્લા 4 દિવસ થી રાજ્યભરમાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત માં તમામ ડેમ ઓવરફ્લો થયા છે. હાલ માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારે વરસાદને કારણે પાણી ભરાતા રસ્તાઓ બંધ છે. ડેમમાં પાણી ભરાતા પાણી છોડવાનો વારો આવ્યો છે. હર્ષ સંઘવીએ મદદ કરનારાઓનો માન્યો આભાર આ સિવાય હર્ષ સંઘવીએ કહ્યું છે કે ભારે વરસાદને કારણે વડોદરાએ પુરનો સામનો કર્યો છે. વડોદરાએ ભારે પુરનો ગંભીરતા પૂર્વક સામનો કર્યો છે. વિશ્વામિત્રી નદીની આસપાસ ભારે પાણી ભરાયા છે અને પુરગ્રસ્ત લોકોને સહાય કરનાર લોકોનો હર્ષ સંઘવીએ આભાર માન્યો છે. ગુજરાતમાં રેડ એલર્ટ આવ્યું ત્યારે અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપાઈ હતી. વડોદરાની જવાબદારી ભીખુસિંહજીને અપાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા આવશે - હર્ષ સંઘવી આ સિવાય ઋષિકેશ પટેલે પણ સંપૂર્ણ માહિતી મેળવી છે. આજે સાંજે 7.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા આવશે. વડોદરાના અધિકારિઓ પાસે તમામ માહિતી મેળવશે. આ સિવાય વડોદરાની જરુરિયાતો પૂરી પાડવામાં આવશે. આર્મી,એન.ડી.આર.એફ,અને અન્ય શહેરો ના ફાયર ની ટીમો પણ વડોદરા આવી છે. અન્ય મહાનગર પાલિકાઓના સ્ટાફ પણ અહીં તૈનાત કરાવવામાં આવ્યા છે. તમામ પંપિંગ સ્ટેશન હવે ચાલુ કરી દેવામાં આવ્યા છે. ફક્ત 3 જ પંપિંગ સ્ટેશન બંધ હાલતમાં છે. વડોદરાના અધિકારીઓ સાથે કરશે બેઠક ભુપેન્દ્ર પટેલ ભુપેન્દ્ર પટેલ વડોદરાના અધિકારીઓ સાથે બેઠક કરશે. વડોદરાની જરુરિયાતો પૂરી પાડવામાં આવશે. હાલ જી.ઈ.બી ની 40 ટીમ કામે લાગી છે. રાત્રે 2 થી 3 વાગ્યા સુધી તમામ સ્થળે વીજળી ચાલુ કરી દેવાશે. આ સિવાય ગુજરાત અને વડોદરાના પુરનો સર્વે ચાલુ છે. વડોદરામાં 11 લોકોના પુરમાં મોત થયા છે અને 9 લોકોના કુદરતી મોત થયા છે અને 2 લોકોના વીજકરંટથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે 10 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને 185 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. આસપાસના ઉદ્યોગો પાસે ના ડમ્પરો પણ મંગાવવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વડોદરામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે
- બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ નિવેદમ આપ્યું હતું
- પુરગ્રસ્ત લોકોને સહાય કરનાર લોકોનો હું આભાર માનું છું
વડોદરામાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે. હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથે પૂરની સ્થિતિને લઈ બેઠક કરી છે. બેઠક બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ નિવેદમ આપ્યું હતું. છેલ્લા 4 દિવસ થી રાજ્યભરમાં વરસાદ ખાબક્યો છે. દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત માં તમામ ડેમ ઓવરફ્લો થયા છે. હાલ માં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારે વરસાદને કારણે પાણી ભરાતા રસ્તાઓ બંધ છે. ડેમમાં પાણી ભરાતા પાણી છોડવાનો વારો આવ્યો છે.
હર્ષ સંઘવીએ મદદ કરનારાઓનો માન્યો આભાર
આ સિવાય હર્ષ સંઘવીએ કહ્યું છે કે ભારે વરસાદને કારણે વડોદરાએ પુરનો સામનો કર્યો છે. વડોદરાએ ભારે પુરનો ગંભીરતા પૂર્વક સામનો કર્યો છે. વિશ્વામિત્રી નદીની આસપાસ ભારે પાણી ભરાયા છે અને પુરગ્રસ્ત લોકોને સહાય કરનાર લોકોનો હર્ષ સંઘવીએ આભાર માન્યો છે. ગુજરાતમાં રેડ એલર્ટ આવ્યું ત્યારે અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપાઈ હતી. વડોદરાની જવાબદારી ભીખુસિંહજીને અપાઈ હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા આવશે - હર્ષ સંઘવી
આ સિવાય ઋષિકેશ પટેલે પણ સંપૂર્ણ માહિતી મેળવી છે. આજે સાંજે 7.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરા આવશે. વડોદરાના અધિકારિઓ પાસે તમામ માહિતી મેળવશે. આ સિવાય વડોદરાની જરુરિયાતો પૂરી પાડવામાં આવશે. આર્મી,એન.ડી.આર.એફ,અને અન્ય શહેરો ના ફાયર ની ટીમો પણ વડોદરા આવી છે. અન્ય મહાનગર પાલિકાઓના સ્ટાફ પણ અહીં તૈનાત કરાવવામાં આવ્યા છે. તમામ પંપિંગ સ્ટેશન હવે ચાલુ કરી દેવામાં આવ્યા છે. ફક્ત 3 જ પંપિંગ સ્ટેશન બંધ હાલતમાં છે.
વડોદરાના અધિકારીઓ સાથે કરશે બેઠક ભુપેન્દ્ર પટેલ
ભુપેન્દ્ર પટેલ વડોદરાના અધિકારીઓ સાથે બેઠક કરશે. વડોદરાની જરુરિયાતો પૂરી પાડવામાં આવશે. હાલ જી.ઈ.બી ની 40 ટીમ કામે લાગી છે. રાત્રે 2 થી 3 વાગ્યા સુધી તમામ સ્થળે વીજળી ચાલુ કરી દેવાશે. આ સિવાય ગુજરાત અને વડોદરાના પુરનો સર્વે ચાલુ છે. વડોદરામાં 11 લોકોના પુરમાં મોત થયા છે અને 9 લોકોના કુદરતી મોત થયા છે અને 2 લોકોના વીજકરંટથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું કે 10 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને 185 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. આસપાસના ઉદ્યોગો પાસે ના ડમ્પરો પણ મંગાવવામાં આવ્યા છે.