Vadodaraમાં ખોટા સર્ટિફિકેટ બનાવનાર શખ્સની ધરપકડ, SOGએ લોગોવાળા કોરા લેટરપેડ કર્યા જપ્ત

વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવતોપોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડ્યું કૌભાંડ ગોલ્ડન પ્રિન્ટર્સના માલિક નયન ભટ્ટની ધરપકડ વડોદરામાં એસઓજીને મોટી સફળતા મળી છે. એસઓજીએ વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની ધરપકડ કરી છે. આ વ્યક્તિ અનુભવના બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો અને એસઓજીએ હાલમાં તેને ઝડપી લીધો છે. વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવી આપતો આરોપી પોલીસને બાતમી મળતા ગોરવા GIDCમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે જ સહી કરતો હતો. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી નયન ભટ્ટ લોકોને વિવિધ કંપનીઓના બોગસ અનુભવના સર્ટિફિકેટ બનાવી આપતો હતો અને બદલામાં મોટી માત્રામાં રૂપિયા ખંખેરતો હતો. વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા પોલીસે ગોલ્ડન પ્રિન્ટર્સના માલિક નયન ભટ્ટની ધરપકડ કરી છે અને એસઓજીએ દુકાનમાંથી વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા છે અને એસ.ઓ.જીએ આરોપી અને મુદ્દામાલ ગોરવા પોલીસને હવાલે કર્યા છે. USAમાં ઘૂષણખોરી કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા હતા થોડા દિવસ અગાઉ જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા અનેક ગુજરાતીઓ ઝડપાયા હતા. લગભગ 150 ગુજરાતી પેસેન્જરો પાસપોર્ટ પર મેકસિકોના નકલી સિક્કા મારીને અમેરિકામાં ઘુસણખોરી કરતા ઝડપાઈ ગયા હતા. ત્યારે ડિટેઈન થયેલા પેસેન્જરોના પાસપોર્ટ પર મેક્સિકોના ખોટા સિક્કા માર્યાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ પણ સક્રીય થઈ ગઈ હતી. ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો એક મહિના પહેલા અમેરિકા જવા માટે નિકળ્યા હતા. યુરોપથી તેઓ ચાર્ટડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં એજન્ટો મારફતે ઉતર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે હાલમાં લોકોને વિદેશમાં જઈને ડોલર કમાવવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારે ઘણા લોકો ગેરકાયદેસર રીતે અને બોગસ ડોક્યુમેન્ટના આધારે પણ વિઝા મેળવીને વિદેશ પહોંચવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આવા બોગસ ડોક્યુમેન્ટ બનાવતા લોકોને પોલીસ ઝડપી રહી છે અને કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે.

Vadodaraમાં ખોટા સર્ટિફિકેટ બનાવનાર શખ્સની ધરપકડ, SOGએ લોગોવાળા કોરા લેટરપેડ કર્યા જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવતો
  • પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડ્યું કૌભાંડ
  • ગોલ્ડન પ્રિન્ટર્સના માલિક નયન ભટ્ટની ધરપકડ

વડોદરામાં એસઓજીને મોટી સફળતા મળી છે. એસઓજીએ વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવનાર ઈસમની ધરપકડ કરી છે. આ વ્યક્તિ અનુભવના બોગસ સર્ટિફિકેટ બનાવતો હતો અને એસઓજીએ હાલમાં તેને ઝડપી લીધો છે.

વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવી આપતો આરોપી

પોલીસને બાતમી મળતા ગોરવા GIDCમાં ડમી ગ્રાહક મોકલીને સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી સિક્કા ઉપર જાતે જ સહી કરતો હતો. છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી નયન ભટ્ટ લોકોને વિવિધ કંપનીઓના બોગસ અનુભવના સર્ટિફિકેટ બનાવી આપતો હતો અને બદલામાં મોટી માત્રામાં રૂપિયા ખંખેરતો હતો.

વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા

પોલીસે ગોલ્ડન પ્રિન્ટર્સના માલિક નયન ભટ્ટની ધરપકડ કરી છે અને એસઓજીએ દુકાનમાંથી વિવિધ કંપનીના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા છે અને એસ.ઓ.જીએ આરોપી અને મુદ્દામાલ ગોરવા પોલીસને હવાલે કર્યા છે.

USAમાં ઘૂષણખોરી કરતા 150 ગુજરાતીઓ ઝડપાયા હતા

થોડા દિવસ અગાઉ જ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા અનેક ગુજરાતીઓ ઝડપાયા હતા. લગભગ 150 ગુજરાતી પેસેન્જરો પાસપોર્ટ પર મેકસિકોના નકલી સિક્કા મારીને અમેરિકામાં ઘુસણખોરી કરતા ઝડપાઈ ગયા હતા. ત્યારે ડિટેઈન થયેલા પેસેન્જરોના પાસપોર્ટ પર મેક્સિકોના ખોટા સિક્કા માર્યાનો ઘટસ્ફોટ થયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ પણ સક્રીય થઈ ગઈ હતી. ઉત્તર ગુજરાતના 150 જેટલા યુવાનો એક મહિના પહેલા અમેરિકા જવા માટે નિકળ્યા હતા. યુરોપથી તેઓ ચાર્ટડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં એજન્ટો મારફતે ઉતર્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે હાલમાં લોકોને વિદેશમાં જઈને ડોલર કમાવવાનો ચસ્કો લાગ્યો છે, ત્યારે ઘણા લોકો ગેરકાયદેસર રીતે અને બોગસ ડોક્યુમેન્ટના આધારે પણ વિઝા મેળવીને વિદેશ પહોંચવા માટેના પ્રયત્નો કરતા હોય છે. ત્યારે આવા બોગસ ડોક્યુમેન્ટ બનાવતા લોકોને પોલીસ ઝડપી રહી છે અને કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે.