Vadodaraમાં કાંસની સફાઈ નહીં થતાં નાગરિકોમાં રોષ, અતિશય દુર્ગંધથી લોકો પરેશાન

વડોદરામાં પૂર બાદ હવે સ્થાનિકો કાંસની સફાઈ નહીં થતાં હેરાન પરેશાન થઈ ગયા છે અને શહેરમાં કાંસની સફાઈ નહીં થતાં નાગરિકો હવે રોષે ભરાયા છે. કાંસમાં ગંદકી અને જંગલી જાડીઓથી પાણી અવરોધાય છે અને પાણીમાં મગરનો પણ રહીશોને ભય રહે છે.વડોદરામાં કાંસની યોગ્ય સફાઈ થાય અને દબાણો દુર કરવામાં આવે તેવી માગ ત્યારે કાંસના આ પાણીમાં મૃત્યુ થયેલા પ્રાણીઓ પણ તણાઈ આવે છે. કાંસની સફાઈ લાંબા સમયથી નહીં થઈ હોવાના નાગરિકોના આક્ષેપ છે અને આ પાણી ઘરમાં ઘૂસી જતા ફર્નિચર અને અનાજને મોટુ નુકસાન થાય છે. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે સરકાર દ્વારા સરવે કે કોઈ સહાય મળી નથી. ત્યારે હાલમાં વડોદરામાં કાંસની યોગ્ય સફાઈ થાય અને દબાણો દુર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પ્રમોશનની કામગીરીના નામે કાંસની સફાઈ માત્ર કાગળ પર થઈ: સામાજિક કાર્યકર અતુલ ગામેચી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે કાંસ પર આવેલા મકાનોમાં પણ જળચર પ્રાણીઓનો ભય રહેલો છે. કાંસની બાજુમાં જ ઓપન ડમ્પીંગ સાઈડ પણ આવેલી છે. ત્યારે પ્રમોશનની કામગીરીના નામે કાંસની સફાઈ માત્ર કાગળ પર થઈ છે, સ્થળ પર સ્થિતિ જૈસે થેની જ જોવા મળી રહી છે. ગંદકી દુર કરવામાં નહીં આવતા રસ્તે ચાલતા રાહદારીઓને પણ અતિશય દુર્ગંધ આવે છે. વહેલી તકે કાંસના દબાણ દૂર થાય અને કાંસ પહોળી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને લઈને વડોદરા શહેરની ત્રણ કાંસ પણ ઓવરફ્લો થઈ હતી. પૂર્વ વિસ્તારની રૂપારેલ કાંસ પર દબાણો પણ થયા છે. ત્યારે પ્રમોશન કામગીરીના નામે કાંસની સફાઈ કાગળ પર જ થઈ છે. દબાણોના કારણે રૂપારેલ કાંસ આરસીસી રોડ પણ સાંકડો બન્યો છે, ત્યારે વહેલામાં વહેલી તકે કાંસના દબાણ દૂર થાય અને કાંસ પહોળી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. વડોદરામાં પૂરગ્રસ્તોને સરકાર દ્વારા સહાય ચૂકવાઈ બીજી તરફ સરકાર કહી રહી છે કે વડોદરામાં પૂરગ્રસ્તોને સરકાર દ્વારા સહાય ચૂકવાઈ છે. કેશડોલ, ઘરવખરી, કપડાંની સહાય કરવામાં આવી છે. શહેરમાં 28,000 પરિવારોને રૂપિયા 12 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ત્યારે હાલમાં સ્લમ, સોસાયટી વિસ્તારમાં સર્વે ચાલી રહ્યો છે. લારીગલ્લાં, ઉદ્યોગોને પણ આર્થિક સહાય મળશે, જેના માટે 300થી વધુ કર્મચારીઓ સર્વે કરશે અને સર્વે કર્યા બાદ આર્થિક સહાય અપાશે.

Vadodaraમાં કાંસની સફાઈ નહીં થતાં નાગરિકોમાં રોષ, અતિશય દુર્ગંધથી લોકો પરેશાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડોદરામાં પૂર બાદ હવે સ્થાનિકો કાંસની સફાઈ નહીં થતાં હેરાન પરેશાન થઈ ગયા છે અને શહેરમાં કાંસની સફાઈ નહીં થતાં નાગરિકો હવે રોષે ભરાયા છે. કાંસમાં ગંદકી અને જંગલી જાડીઓથી પાણી અવરોધાય છે અને પાણીમાં મગરનો પણ રહીશોને ભય રહે છે.

વડોદરામાં કાંસની યોગ્ય સફાઈ થાય અને દબાણો દુર કરવામાં આવે તેવી માગ

ત્યારે કાંસના આ પાણીમાં મૃત્યુ થયેલા પ્રાણીઓ પણ તણાઈ આવે છે. કાંસની સફાઈ લાંબા સમયથી નહીં થઈ હોવાના નાગરિકોના આક્ષેપ છે અને આ પાણી ઘરમાં ઘૂસી જતા ફર્નિચર અને અનાજને મોટુ નુકસાન થાય છે. બીજી તરફ સ્થાનિકોએ જણાવ્યું કે સરકાર દ્વારા સરવે કે કોઈ સહાય મળી નથી. ત્યારે હાલમાં વડોદરામાં કાંસની યોગ્ય સફાઈ થાય અને દબાણો દુર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

પ્રમોશનની કામગીરીના નામે કાંસની સફાઈ માત્ર કાગળ પર થઈ: સામાજિક કાર્યકર અતુલ ગામેચી

સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે કાંસ પર આવેલા મકાનોમાં પણ જળચર પ્રાણીઓનો ભય રહેલો છે. કાંસની બાજુમાં જ ઓપન ડમ્પીંગ સાઈડ પણ આવેલી છે. ત્યારે પ્રમોશનની કામગીરીના નામે કાંસની સફાઈ માત્ર કાગળ પર થઈ છે, સ્થળ પર સ્થિતિ જૈસે થેની જ જોવા મળી રહી છે. ગંદકી દુર કરવામાં નહીં આવતા રસ્તે ચાલતા રાહદારીઓને પણ અતિશય દુર્ગંધ આવે છે.

વહેલી તકે કાંસના દબાણ દૂર થાય અને કાંસ પહોળી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ

તમને જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં પૂરની સ્થિતિને લઈને વડોદરા શહેરની ત્રણ કાંસ પણ ઓવરફ્લો થઈ હતી. પૂર્વ વિસ્તારની રૂપારેલ કાંસ પર દબાણો પણ થયા છે. ત્યારે પ્રમોશન કામગીરીના નામે કાંસની સફાઈ કાગળ પર જ થઈ છે. દબાણોના કારણે રૂપારેલ કાંસ આરસીસી રોડ પણ સાંકડો બન્યો છે, ત્યારે વહેલામાં વહેલી તકે કાંસના દબાણ દૂર થાય અને કાંસ પહોળી કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.

વડોદરામાં પૂરગ્રસ્તોને સરકાર દ્વારા સહાય ચૂકવાઈ

બીજી તરફ સરકાર કહી રહી છે કે વડોદરામાં પૂરગ્રસ્તોને સરકાર દ્વારા સહાય ચૂકવાઈ છે. કેશડોલ, ઘરવખરી, કપડાંની સહાય કરવામાં આવી છે. શહેરમાં 28,000 પરિવારોને રૂપિયા 12 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. ત્યારે હાલમાં સ્લમ, સોસાયટી વિસ્તારમાં સર્વે ચાલી રહ્યો છે. લારીગલ્લાં, ઉદ્યોગોને પણ આર્થિક સહાય મળશે, જેના માટે 300થી વધુ કર્મચારીઓ સર્વે કરશે અને સર્વે કર્યા બાદ આર્થિક સહાય અપાશે.