Vadodaraના શિનોરમાં વિધર્મી યુવક દ્રારા સગીરાનું કરાયું અપહરણ, આરોપી એક મહિનાથી ફરાર
વડોદરાના શિનોરમાં એક મહિના અગાઉ વિધર્મી યુવક દ્રારા 14 વર્ષીય સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે,એક મહિનો વિતી ગયો તેમ છત્તા આરોપીની પોલીસે ધરપકડ કરી નથી,આરોપી અને સગીરા કયાં છે તેની કોઈ ભાળ મળી નથી,એક તરફ સગીરા નથી અને બીજી તરફ માતા-પિતા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈને થાકી ગયા છે.વિધર્મી દ્વારા સગીરા પર દુષ્કર્મનો કેસ વડોદરાના ગ્રામ્ય વિસ્તાર શિનોરમાં સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપી સગીરાને ભગાડી ગયો હતો આ અંગે માતા-પિતાએ શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પણ પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી જેના કારણે માતા-પિતાને હવે કયાં ફરિયાદ અને કોને કરવી તે એક સવાલ છે,દીકરી સલામત હશે કે નહી તેની ચિંતા પણ માતા-પિતાને સતાવી રહી છે.ત્યારે પોલીસ કેમ આરોપી સુધી પહોંચી શકતી નથી એ પણ સવાલ છે,ત્યારે પોલીસે કોઈ રૂપિયા લઈ સેટીંગ કર્યુ હોય તેવા આક્ષેપો માતા-પિતા દ્રારા કરવામાં આવ્યા છે. માતા-પિતાની પોલીસને અને સરકારને અપીલ એક મહિના બાદ પણ સગીરાની કોઈ ભાળ નહીં મળતા માતા-પિતા ચિંતિત છે.મહત્વની વાત તો એ છે કે,પોલીસે અપહરણમાં સામેલ એક વ્યક્તિને ઝડપ્યો હતો પણ તે વ્યકિત પણ હાલ જામીન પર છૂટીને બહાર ફરી રહ્યો છે પરંતુ પોલીસ મુખ્ય વિધર્મી આરોપીને ઝડપવામાં નિષ્ફળ ગઈ છે,પોલીસ એક મહિનાથી શું કરી રહી છે તેની ખબર નથી પડતી,શિનોર પોલીસ જાગો અને સગીરાનો મેળાપ માતા-પિતા સાથે કરાવો નહીતર આવા વિધર્મીઓ યુવતીઓ અને સગીરાઓને ભગાડી જશે. પોલીસ નથી સાંભળતી વાત માતા-પિતાનો આક્ષેપ છે કે એક મહિનાથી તેઓ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યાં છે પરંતુ પોલીસ તેમની કોઈ વાત સાંભળતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.તમારી દીકરીને શોધીને લાવીશું તેવું રટણ પોલીસ કરી રહી છે પરંતુ પોલીસ દ્રારા હજી સગીરા અને વિધર્મીને શોધવામાં આવ્યો નથી જેના કારણે પરિવાર ચિંતિત થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -