Vadodara:દેડિયાપાડામાં અઢી ઇંચ જ્યારે, સાગબારા તાલુકામાં 4 ઇંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેડિયાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાગબારા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આજે તા. 25ના રોજ દિવસના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી દેડિયાપાડા તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. સાગબારા તાલુકામાં ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદના કારણે દેડિયાપાડા નજીક આવેલી ધામણખાડી બે કાંઠે વહેતી થઇ હતી.મહારાષ્ટ્રની બોર્ડર પર દેવનદી બે કાંઠે વહેતી થઇ હતી. દેડિયાપાડાના પૂર્વ પટ્ટી અંતરીયાળ ડુંગર વિસ્તારના આવેલી તરાવ નદી બે કાંઠે વહેતી થઇ હતી. તાલુકામાં થઈને વહેતી કરજણ નદી બે કાંઠે વહેતી નજરે પડે છે. દેડિયાપાડા તાલુકામાં નદીઓ ખાડીઓ કોતરોમાં વરસાદના પાણી વહેતાં નજરે પડે છે. દેડિયાપાડા તાલુકામાં આવેલા ચેકડેમો વરસાદના પાણીના કારણે ભરાઇને ઓવરફ્લો થયા છે.
What's Your Reaction?






