USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
રોકાણની સામે ઉંચુ વળતર અપાવવાનું કહીને ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા વધુ એક સિનિયર સિટીઝનને ટારગેટ કરીને ૫૫ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધવામાં આવી છે. જેમાં ગઠિયાઓએ યુએસડીટી અને બીટકોઇનમાં રોકાણના નામે ઓફર કરીને નાણાનું રોકાણ કરાવ્યું હતું.
શહેરના શાહીબાગ શીલાલેખ એપાર્ટમેન્ટમાં રહેતા ૬૬ વર્ષીય કિશોરભાઇ પંડયા ઇન્ડિયન ઓઇલ કંપનીમાંથી નોકરી કરતા હતા અને હાલ નિવૃત જીવન પસાર કરે છે. ગત થોડા મહિના પહેલા તેમને ફેસબુકની એપ્લીકેશન દ્વારા શાનવી શર્મા નામની યુવતીના આઇડીથી ફ્રેન્ડશીપ રીક્વેસ્ટ આવી હતી. જે સ્વીકારીને મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
What's Your Reaction?






