Upletaના ગઢાળા ગામે બિસ્માર કોઝવે ને લઈ ગ્રામજનોએ શ્રીરામના પથ્થરો નદીમાં મૂકયા

રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે બિસ્માર કોઝવેને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે.ગ્રામજનોએ આજે ભેગા મળીને પથ્થર પર શ્રીરામ લખીને પથ્થરોને નદીમાં તરતા મૂકયા હતા.ભગવાન રામને લંકા જવા પથ્થરથી બનાવ્યો હતો પુલ તેને લઈ આજે ભગવાનનો સહારો ગ્રામજનોએ લીધો હતો.ગ્રામજનોએ રામ નામની ધૂન બોલાવી વિરોધ કર્યો હતો.ગઢાળામાં મોજ નદીના કોઝવે પર મસમોટા ગાબડા પણ પડયા છે. રસ્તા રીપેરની ઉઠી માંગ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો કોઝવે મોજ નદીમાં આવેલા પૂરમા ધોવાઈ ગયા બાદ રસ્તો રીપેર કરવાની માંગ ઉઠી છે,મોજ ડેમના પાટિયા ખોલ્યા બાદ ગઢાળા ગામનો કોઝવે જે મોજ નદી પર બનાવવામાં આવેલ છે તે ધોવાઈ જતા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોવાની બાબતો સામે આવી રહી છે,કોઝવે ધોવાઈ જતા બસ પણ આવતી નથી અને વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદ રોકાયો પણ રસ્તા ખરાબ વરસાદ પણ ઘણા દિવસથી રોકાઈ ગયો છે અને પાણી પણ હાલ નથી વહી રહ્યું જેથી તંત્ર તાત્કાલિક રીપેર કરે છે તેવી માંગ ઉઠી છે,ધોવાણ થઈ ગયેલા કોઝવેને રીપેર કરી રસ્તો પુનઃ શરૂ કરી દેવા માટેની ઘટાડા ગામના માજી સરપંચ નારણભાઈ આહીર દ્વારા માંગ કરવામાં આવી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે કોઝવે ધોવાઈ જાય છે અને જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન લઈને બહાર નિકળીએ તો વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે. એક ગામથી બીજા ગામને જોડે છે રોડ સ્થાનિકોનું કહેવું છે કે,એક ગામથી બીજા ગામ જઉ હોય તો નદીના કોઝવે પરથી પસાર થઈને જઉ પડે છે,જો કોઝવે પર બ્રિજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કાયમ માટે આવી જાય પરંતુ તંત્ર દ્રારા બ્રિજ પણ બનાવવમાં આવતો નથી,જો સ્થાનિકોને બ્રિજ બનાવી આપવામાં આવે તો નદીના પ્રવાહમાંથી પણ બચી શકાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકાય.

Upletaના ગઢાળા ગામે બિસ્માર કોઝવે ને લઈ ગ્રામજનોએ શ્રીરામના પથ્થરો નદીમાં મૂકયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામે બિસ્માર કોઝવેને લઈ સ્થાનિકો રોષે ભરાયા છે.ગ્રામજનોએ આજે ભેગા મળીને પથ્થર પર શ્રીરામ લખીને પથ્થરોને નદીમાં તરતા મૂકયા હતા.ભગવાન રામને લંકા જવા પથ્થરથી બનાવ્યો હતો પુલ તેને લઈ આજે ભગવાનનો સહારો ગ્રામજનોએ લીધો હતો.ગ્રામજનોએ રામ નામની ધૂન બોલાવી વિરોધ કર્યો હતો.ગઢાળામાં મોજ નદીના કોઝવે પર મસમોટા ગાબડા પણ પડયા છે.

રસ્તા રીપેરની ઉઠી માંગ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાળા ગામનો કોઝવે મોજ નદીમાં આવેલા પૂરમા ધોવાઈ ગયા બાદ રસ્તો રીપેર કરવાની માંગ ઉઠી છે,મોજ ડેમના પાટિયા ખોલ્યા બાદ ગઢાળા ગામનો કોઝવે જે મોજ નદી પર બનાવવામાં આવેલ છે તે ધોવાઈ જતા ચાલવામાં પણ તકલીફ પડી રહી હોવાની બાબતો સામે આવી રહી છે,કોઝવે ધોવાઈ જતા બસ પણ આવતી નથી અને વિદ્યાર્થીઓ ખેડૂતો અને ગ્રામજનોને તાલુકા મથકે જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.


વરસાદ રોકાયો પણ રસ્તા ખરાબ

વરસાદ પણ ઘણા દિવસથી રોકાઈ ગયો છે અને પાણી પણ હાલ નથી વહી રહ્યું જેથી તંત્ર તાત્કાલિક રીપેર કરે છે તેવી માંગ ઉઠી છે,ધોવાણ થઈ ગયેલા કોઝવેને રીપેર કરી રસ્તો પુનઃ શરૂ કરી દેવા માટેની ઘટાડા ગામના માજી સરપંચ નારણભાઈ આહીર દ્વારા માંગ કરવામાં આવી છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે કોઝવે ધોવાઈ જાય છે અને જેના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વાહન લઈને બહાર નિકળીએ તો વાહનને પણ નુકસાન થઈ રહ્યું છે.


એક ગામથી બીજા ગામને જોડે છે રોડ

સ્થાનિકોનું કહેવું છે કે,એક ગામથી બીજા ગામ જઉ હોય તો નદીના કોઝવે પરથી પસાર થઈને જઉ પડે છે,જો કોઝવે પર બ્રિજ બનાવવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ કાયમ માટે આવી જાય પરંતુ તંત્ર દ્રારા બ્રિજ પણ બનાવવમાં આવતો નથી,જો સ્થાનિકોને બ્રિજ બનાવી આપવામાં આવે તો નદીના પ્રવાહમાંથી પણ બચી શકાય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જઈ શકાય.