Upleta: દારુ છુપાવવાના કિમીયાનો પર્દાફાશ, ભાયાવદર પોલીસે 14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બુટલેગરો અને દારુના માફિયાઓ પોલીસથી દારુને છૂપાવવા માટે અવનવા કિમીયાઓ અજમાવે છે. જેમાં ઘણીવાર બુટલેગરો અજીબોગરીબ કિમીયા અજમાવીને દારુનો વેપાર કરે છે. જેની સામે પોલીસ સતર્કતા દાખવીને દારુ ઝડપતી હોય છે.
રાજકોટના ઉપલેટામાં દારુ છુપાવવાનો કિમીયાનો પર્દાફાશ થયો હતો. ઢાંક ગામેથી ભાયાવદર પોલીસે વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો. તો બુટલેગરને ઝડપી લેવા માટેની કાર્યવાહી કરી હતી. જેની સામે વિદેશી દારુ જપ્ત કરીને ભાયાવદર પોલીસે તપાસ કરી છે.
બુટલેગરે છુપાવેલો દારુ ઝડપાયો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉપલેટાના ઢાંક ગામમાં એક બુટલેગરના ઘર પર ભાયાવદર પોલીસે કાર્યવાહી કરી હતી.ઢાંક ગામે રાજપરા રોડ પીડી માલવિયા સ્કૂલની બાજુમાં બુટલેગરનું રહેણાંક મકાન આવેલ છે. જ્યાં બુટલેગરે પોતાના ઘરમાં ડબલ બેડ નીચે ભોંય તળિયે ચોરખાનું બનાવ્યું હતું. ભોંય તળિયે ચોર ખાનું બનાવીને ત્યાં વિદેશી દારુ છુપાવતો હતો. ત્યારે ભાયાવદર પોલીસે વિદેશી દારુનો જથ્થો ઝડપી લીધો હતો.
ભાયાવદર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
ભાયાવદર પોલીસે ઢાંક ગામમાં બુટલેગર રમેશ ઉર્ફે રામો ઓડેદરાના ઘરમાં દરોડા પાડ્યા હતા. જ્યાં તેના ઘરમાં ડબલ બેડના ભોંય તળિયા નીચે ચોરખાનામાંથી વિદેશી દારુની 380 બોટલ ઝડપી લીધી હતી. તો તેની સાથે આરોપીની એક ગાડી, મોબાઈલ અને ડીવીઆર સહિતનો કુલ 14.82.973નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ ભાયાવદર પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગર રમેશ ઉર્ફે રામો ઓડેદરાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
What's Your Reaction?






