Unaના ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો, લાંબા વિરામ બાદ ધોધમાર 1 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથના ઉના અને ગ્રામ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ઉનામાં ધોધમાર 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જન્માષ્ટમીના દિવસે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે જ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ઘણા દિવસોથી વરસાદ ન પડતા ખેડૂતોને ચોમાસું પાકમાં નુકસાની જવાની ભીતિ હતી. આ વરસાદની સાથે જ પાકને ફાયદો કરશે.
ગીર સોમનાથના ઉના અને ગ્રામ્યમાં વરસાદ
લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા ની પધરામણી થઈ છે. મેધાનું આગમન થતાં મગફળી, ડુંગળી જેવા વાવેલ પાકોને જીવન દાન મળવાની ખેડૂતોને આશા જાગી છે. ઉના શહેર તેમજ કંસારી, લામધાર, નાઠેજ, વરશીગપુર, ચાચકવડ, ભાચા, સામતેર, દેલવાડા, નંવાબંદર, રામપરા, નાદંણ ખાણ સહિતના ગામો વરસાદનું આગમન થયું છે. તેમજ ગીર જંગલમાં પણ વરસાદી મહોલ જામ્યો છે.
9 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે હવામાન વિભાગે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરી છે. દ.ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હાલ અલગ અલગ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
What's Your Reaction?






