TRP અગ્નિકાંડ બાદ 4 મહિનાથી બંધ ગેમઝોન ધમધમ્યા...બાળકોની સુરક્ષા સુનિશ્ચિત બાદ લીલીઝંડી
રાજકોટ ગેમઝોન હોનારત બાદથી વડોદરામાં ગેમઝોન બંધ હતા ત્યારે વડોદરા શહેરમાં 5 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલીઝંડી આપી છે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ શહેરમાં 5 ગેમઝોન શરૂ કરવા પરવાનગી અપાઇ છે. મળતી માહિતી મુજબ, વડોદરામાં 4 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ કરવામાં આવ્યા છે. જરૂરી પરવાનગી બાદ વડોદરામાં 5 ગેમઝોન શરૂ કરવા મંજૂરી અપાઈ છે.R&B વિભાગે લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. આ તમામ ગેમઝોનમાં પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરીને ફાયર NOC આપી છે. હવે ફરી વડોદરાના તમામ ગેમઝોન પૂ:ન શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.રાજકોટની ગેમ ઝોનમાં સર્જાયેલી ગોઝારી આગ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર શહેરોમાં ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ગેમઝોનની અંદર તમામ પ્રકારની ચેકિંગ કર્યા બાદ હવે વડોદરા શહેરમાં 5 ગેમઝોન ફરી શરૂ કરાયા છે. ગેમઝોન ફરી શરૂ કરવા માટે પોલીસ, ફાયર વિભાગ, પીડબલ્યુડી તેમજ વીજ કંપની સહિતની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ ગેમિંગ ઝોન તેમજ ફન પાર્કના વીજ જોડાણોની તપાસ કર્યા બાદ R&B વિભાગે લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ ગેમઝોન હોનારત બાદથી વડોદરામાં ગેમઝોન બંધ હતા ત્યારે વડોદરા શહેરમાં 5 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. જરૂરી તમામ પરવાનગી બાદ પોલીસે લીલીઝંડી આપી છે. બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કર્યા બાદ શહેરમાં 5 ગેમઝોન શરૂ કરવા પરવાનગી અપાઇ છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં 4 મહિનાથી બંધ ગેમઝોન ફરી શરૂ કરવામાં આવ્યા છે. જરૂરી પરવાનગી બાદ વડોદરામાં 5 ગેમઝોન શરૂ કરવા મંજૂરી અપાઈ છે.R&B વિભાગે લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે. આ તમામ ગેમઝોનમાં પાલિકાએ ફાયર ફેસિલિટી ચેક કરીને ફાયર NOC આપી છે. હવે ફરી વડોદરાના તમામ ગેમઝોન પૂ:ન શરૂ થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટની ગેમ ઝોનમાં સર્જાયેલી ગોઝારી આગ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર શહેરોમાં ગેમઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ગેમઝોનની અંદર તમામ પ્રકારની ચેકિંગ કર્યા બાદ હવે વડોદરા શહેરમાં 5 ગેમઝોન ફરી શરૂ કરાયા છે. ગેમઝોન ફરી શરૂ કરવા માટે પોલીસ, ફાયર વિભાગ, પીડબલ્યુડી તેમજ વીજ કંપની સહિતની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલગ અલગ સ્થળોએ ગેમિંગ ઝોન તેમજ ફન પાર્કના વીજ જોડાણોની તપાસ કર્યા બાદ R&B વિભાગે લાઈવ ડેમો કરી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપ્યા બાદ બંધ ગેમઝોન ફરી શરૂ થયા છે.