Tharad Rain Update: ભાભરમાં 24 કલાકમાં 11.30 ઇંચ વરસાદ, અધ્યક્ષ શંકર ચૌધરીએ યોજી ઉચ્ચસ્તરીય બેઠક
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વાવ-થરાદ જિલ્લામાં સતત થઈ રહેલી ભારે આફતરૂપી મેઘમહેરને પગલે વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે હાઈ એલર્ટ પર મુકાઈ ગયું છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે પરિસ્થિતિને થાળે પાડવા અને પૂર જેવા સંકટ સામે પહોંચી વળવા માટે વહીવટી તંત્રે કમર કસી છે. નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે તમામ સરકારી વિભાગોને સજ્જ કરી દેવામાં આવ્યા છે.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ ખાતે એક મહત્વપૂર્ણ અને ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મયુર મહેતા, DDO કલ્પેશકુમાર શર્મા, SP ચિંતન તેરૈયા સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા અને સમયસર રાહત પહોંચાડવી એ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

તાત્કાલિક રાહત-બચાવ અને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા આદેશ
અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 24 કલાક એલર્ટ મોડમાં રહીને પરસ્પર સંકલન સાથે કામ કરવા તાકીદ કરી છે. આ ઉપરાંત, વિસ્થાપિતો માટે સુરક્ષિત આશ્રયસ્થાનો, ભોજન, પીવાનું શુદ્ધ પાણી અને આરોગ્ય વિષયક સેવાઓ તાત્કાલિક ધોરણે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી શકાય તે માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અધ્યક્ષ પોતે પણ વરસાદગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવશે.
છેલ્લા 24 કલાકમાં ભાભરમાં 11.30 ઇંચ વરસાદ
વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં ભાભર તાલુકામાં સૌથી વધુ 11.30 ઇંચ આકાશી આફત વરસતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
- ભાભર: 11.30 ઇંચ
- દિયોદર: 10.83 ઇંચ
- સુઈગામ: 6.81 ઇંચ
- થરાદ: 5.12 ઇંચ
- ધરણીધર: 3.78 ઇંચ
- લાખણી: 3.07 ઇંચ
- વાવ: 2.87 ઇંચ
- રાહ: 1.93 ઇંચ
આ પણ વાંચો - Tharad: વાવ - થરાદ જિલ્લામાં મેઘો ઓળઘોળ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

