Thanના જગવિખ્યાત ભાતીગળ મેળાનું કાઉન્ટ-ડાઉન શરૂ

તરણેતરમાં તા.6થી શરૂ થનારા મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુંમેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થીત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે મેળાના સ્થળે જવાના માર્ગો, પાર્કિંગ, સ્પીડ લિમિટ જાહેર કરાઈ, તરણેતર મેળાના માર્ગો પર વરસાદથી પડેલા ખાડા બુરાયા થાનના તરણેતર ગામ ખાતે આવતી કાલ તા. 6 થી ભાતીગળ તરણેતરીયા મેળાનો પ્રારંભ થનાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને ટ્રાફીકને ધ્યાને લઈ રસ્તા પર પ્રવેશબંધી, એક માર્ગીય રસ્તા, ખાનગી પાર્કીંગ, સ્પીડ લીમીટ સહિતનાઓને આવરી લેતુ જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે આવતી કાલ તા. 6 થી 9 સપ્ટેમ્બર દરમીયાન વિશ્વ વિખ્યાત લોકમેળાનું આયોજન થનાર છે. આ લોકમેળાને માણવા સમગ્ર રાજય અને દેશવિદેશમાંથી માણીગરો આવે છે. ત્યારે મેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થીત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે. મેળા દરમીયાન કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે. આથી તરણેતર મંદીરમાં પ્રવેશ માટે દક્ષીણ તરફનો દ્વાર પુરૂષો માટે અને સ્ત્રીઓ માટે દક્ષીણ તરફનો દ્વાર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત થાનની ખાખરાળી ચોકડીથી રેલવે તરફ તથા સેતુ ગેસ એજન્સી તથા જકાતનાકાથી નગરપાલીકા તરફ ભારે વાહનોને પ્રવેશબંધી કરાઈ છે. જયારે થાન નેશનલ કાંટાથી સુર્યાચોક થઈ તરણેતર જતો રોડ અને તરણેતરથી નવાગામ, સારસાણા, થાન અને વાંકાનેર તરફ જતો રસ્તો એકમાર્ગીય જાહેર કરાયો છે. બીજી તરફ ચોટીલા, થાન, મુળી, ધ્રાંગધ્રા અને સરા તરફથી આવતા અને જતા વાહનોને 20 કીમી પ્રતી કલાકની ઝડપે ચલાવવા જાહેર કરાયુ છે. તરણેતર મેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી વાહનો આવી શકશે પરંતુ ગેટથી મેળામાં વાહન લઈ જવાની પરમીશન નથી. જયારે પોલીસના સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ આઉટ પોસ્ટની બાજુમાં, તમામ સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ કેમ્પની સામેના ઢાળ ઉપર માર્ગ અને મકાન વિભાગની ઓફીસ પાસે કરાયુ છે. હથીયારબંધીનું જાહેરનામુ અમલમાં હોઈ મેળામાં તલવાર બાજી કે લાકડી દાવ જેવી સ્પર્ધાઓ પર પ્રતીબંધ છે. મેળામાં ખાનગી પાર્કીંગ પ્લોટ પણ રહે છે. ત્યારે તેમને નીયત ભાડુ વસુલવા, પાકી પહોંચ બુક રાખવા, 4ટ4નું પાર્કીંગનું બોર્ડ બનાવવા આદેશ કરાયા છે. બીજી તરફ તરણેતર મેળા તરફ જવાના થાન શહેરમાંથી પસાર થતા હાઈસ્કુલથી નેશનલ કાંટા સુધીના રસ્તે મોરમ નાંખી ખાડા તંત્ર દ્વારા બુરવામાં આવ્યા હતા. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ચડતી ધજા છેલ્લાં 34 વર્ષથી સુરેન્દ્રનગરમાં તૈયાર થાય છે સુરેન્દ્રનગર : ત્રિનેત્રેશ્વર મહાદેવજીને ભાદરવા સુદ-4ના રોજ બાવનગજની ધજા ચડે છે. વર્ષોથી આ ધજા પાળીયાદ વીસામણબાપુની જગ્યાના મહંત પરિવાર દ્વારા ચડાવાય છે. ત્યારે છેલ્લા 34 વર્ષથી આ ધજા સુરેન્દ્રનગરના દરજી પરીવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ અંગે ધજા બનાવનાર કેયુર પ્રફુલ્લભાઈ સોલંકીએ જણાવ્યુ કે, વર્ષ 1990થી પાળીયાદ મંદિર દ્વારા ચડાવવામાં આવતી ધજા અમો તૈયાર કરીએ છીએ. શરૂઆતના 18 વર્ષ મારા પિતાજી ધજા બનાવતા હતા. ત્યારબાદથી હું ધજા બનાવુ છે. દર વર્ષે ધજામાં નાવીન્યતા લાવીએ છે. આ વર્ષે 24 દિવસની મહેનત બાદ 36 મીટર લાંબી અને 6 ફુટ ઉંચાઈવાળી ધજા બની છે. જેનું વજન 4.5 કિલો છે. આખી ધજામાં બ્લુ કલરનો ઓમ, ચંપાફુલોની ડીઝાઈન બનાવાઈ છે. આ ધજા અમો પાળીયાદ વીસામણબાપુની જગ્યાના નીર્મળાબાને અર્પણ કરી છે. જેઓ તરણેતરના મેળા દરમિયાન તા. 7મી સપ્ટેમ્બરને ભાદરવા માસની ચોથના દિવસે ધજા ચડાવશે.

Thanના જગવિખ્યાત ભાતીગળ મેળાનું કાઉન્ટ-ડાઉન શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તરણેતરમાં તા.6થી શરૂ થનારા મેળા સંદર્ભે તંત્ર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
  • મેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થીત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે
  • મેળાના સ્થળે જવાના માર્ગો, પાર્કિંગ, સ્પીડ લિમિટ જાહેર કરાઈ, તરણેતર મેળાના માર્ગો પર વરસાદથી પડેલા ખાડા બુરાયા

થાનના તરણેતર ગામ ખાતે આવતી કાલ તા. 6 થી ભાતીગળ તરણેતરીયા મેળાનો પ્રારંભ થનાર છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષા અને ટ્રાફીકને ધ્યાને લઈ રસ્તા પર પ્રવેશબંધી, એક માર્ગીય રસ્તા, ખાનગી પાર્કીંગ, સ્પીડ લીમીટ સહિતનાઓને આવરી લેતુ જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે આવતી કાલ તા. 6 થી 9 સપ્ટેમ્બર દરમીયાન વિશ્વ વિખ્યાત લોકમેળાનું આયોજન થનાર છે. આ લોકમેળાને માણવા સમગ્ર રાજય અને દેશવિદેશમાંથી માણીગરો આવે છે. ત્યારે મેળામાં ટ્રાફીક સહિતના પ્રશ્નો ઉપસ્થીત ન થાય તે માટે તંત્રે જાહેરનામુ પ્રસીધ્ધ કર્યુ છે. મેળા દરમીયાન કુંડમાં સ્નાન કરવાનું ભારે મહત્વ છે. આથી તરણેતર મંદીરમાં પ્રવેશ માટે દક્ષીણ તરફનો દ્વાર પુરૂષો માટે અને સ્ત્રીઓ માટે દક્ષીણ તરફનો દ્વાર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત થાનની ખાખરાળી ચોકડીથી રેલવે તરફ તથા સેતુ ગેસ એજન્સી તથા જકાતનાકાથી નગરપાલીકા તરફ ભારે વાહનોને પ્રવેશબંધી કરાઈ છે. જયારે થાન નેશનલ કાંટાથી સુર્યાચોક થઈ તરણેતર જતો રોડ અને તરણેતરથી નવાગામ, સારસાણા, થાન અને વાંકાનેર તરફ જતો રસ્તો એકમાર્ગીય જાહેર કરાયો છે. બીજી તરફ ચોટીલા, થાન, મુળી, ધ્રાંગધ્રા અને સરા તરફથી આવતા અને જતા વાહનોને 20 કીમી પ્રતી કલાકની ઝડપે ચલાવવા જાહેર કરાયુ છે. તરણેતર મેળાના મુખ્ય પ્રવેશદ્વાર સુધી વાહનો આવી શકશે પરંતુ ગેટથી મેળામાં વાહન લઈ જવાની પરમીશન નથી. જયારે પોલીસના સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ આઉટ પોસ્ટની બાજુમાં, તમામ સરકારી વાહનોનું પાર્કીંગ પોલીસ કેમ્પની સામેના ઢાળ ઉપર માર્ગ અને મકાન વિભાગની ઓફીસ પાસે કરાયુ છે. હથીયારબંધીનું જાહેરનામુ અમલમાં હોઈ મેળામાં તલવાર બાજી કે લાકડી દાવ જેવી સ્પર્ધાઓ પર પ્રતીબંધ છે. મેળામાં ખાનગી પાર્કીંગ પ્લોટ પણ રહે છે. ત્યારે તેમને નીયત ભાડુ વસુલવા, પાકી પહોંચ બુક રાખવા, 4ટ4નું પાર્કીંગનું બોર્ડ બનાવવા આદેશ કરાયા છે. બીજી તરફ તરણેતર મેળા તરફ જવાના થાન શહેરમાંથી પસાર થતા હાઈસ્કુલથી નેશનલ કાંટા સુધીના રસ્તે મોરમ નાંખી ખાડા તંત્ર દ્વારા બુરવામાં આવ્યા હતા.

ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ચડતી ધજા છેલ્લાં 34 વર્ષથી સુરેન્દ્રનગરમાં તૈયાર થાય છે

સુરેન્દ્રનગર : ત્રિનેત્રેશ્વર મહાદેવજીને ભાદરવા સુદ-4ના રોજ બાવનગજની ધજા ચડે છે. વર્ષોથી આ ધજા પાળીયાદ વીસામણબાપુની જગ્યાના મહંત પરિવાર દ્વારા ચડાવાય છે. ત્યારે છેલ્લા 34 વર્ષથી આ ધજા સુરેન્દ્રનગરના દરજી પરીવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ અંગે ધજા બનાવનાર કેયુર પ્રફુલ્લભાઈ સોલંકીએ જણાવ્યુ કે, વર્ષ 1990થી પાળીયાદ મંદિર દ્વારા ચડાવવામાં આવતી ધજા અમો તૈયાર કરીએ છીએ. શરૂઆતના 18 વર્ષ મારા પિતાજી ધજા બનાવતા હતા. ત્યારબાદથી હું ધજા બનાવુ છે. દર વર્ષે ધજામાં નાવીન્યતા લાવીએ છે. આ વર્ષે 24 દિવસની મહેનત બાદ 36 મીટર લાંબી અને 6 ફુટ ઉંચાઈવાળી ધજા બની છે. જેનું વજન 4.5 કિલો છે. આખી ધજામાં બ્લુ કલરનો ઓમ, ચંપાફુલોની ડીઝાઈન બનાવાઈ છે. આ ધજા અમો પાળીયાદ વીસામણબાપુની જગ્યાના નીર્મળાબાને અર્પણ કરી છે. જેઓ તરણેતરના મેળા દરમિયાન તા. 7મી સપ્ટેમ્બરને ભાદરવા માસની ચોથના દિવસે ધજા ચડાવશે.