Tapi: સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીનો મળ્યો મૃતદેહ, તપાસના ચક્રોગતિમાન

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે આ મામલામાં મૃતક માસુમના પિતાની અટક કરી છે. જેમાં પિતાએ ઘર કંકાસના ઝગડામાં પોતાનીજ દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આ હત્યારા પિતા પર પંથકના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીના ટાંકામાંથી એક દોઢ વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી પામી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતના વિવિધ તપાસ માધ્યમો થકી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ગૂંચવાયેલો કોયડો ઉકેલી દઇને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો છે. જેમાં ખુદ બાળકીના પિતાએ પોતાના ઘરની સામે આવેલા ઘરની અગાસી પર મુકેલી પાણીની ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ બાળકીના પિતા વિરલ ગામીતની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. હાલ તેને કોર્ટે કસ્ટડીમાં ધકેલી દીધો છે. પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘરકંકાસના ઝગડાને લઈ કરી હોવાની કબૂલાત કરી છે, ત્યારે હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે ક્રૂર પિતાની આ કારતૂત ને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે વિરલે આ બાળકી તેની ન હોવાના વહેમમાં આ ઘૃણાસ્પદ પગલું ભર્યું છે. દોઢ વર્ષની બાળકીને ટાંકીમાં ડુબાડીને હત્યાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનતાં સંદેશની ટીમ દ્વારા ઘટના સ્થળ તેમજ મૃતક બાળકીના પરિવારની મુલાકાત લેતાં આરોપીના પિતા પાસેથી બાળકીની હત્યાને લઈને અલગ મામલો સામે આવ્યો છે. આરોપીના પિતા રમેશ ગામીતે પોતાનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હોઈ આરોપી પુત્ર વિરલ ગામીતનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે મારો દીકરો કોઈ દિવસ પોતાની દીકરીને મારી નહીં શકે , તેમજ આરોપી પુત્ર વિરલ ગામીત અગાઉ પણ ખોટાં ગુનામાં જેલવાસ ભોગવી આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે અગાઉ વિરલ ગામીત એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયેલા ગુનામાં પોકસો હેઠળ જેલમાં હતો. જોકે પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો હતો.

Tapi: સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીનો મળ્યો મૃતદેહ, તપાસના ચક્રોગતિમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીની ટાંકીમાંથી બાળકીની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે પોલીસે આ મામલામાં મૃતક માસુમના પિતાની અટક કરી છે. જેમાં પિતાએ ઘર કંકાસના ઝગડામાં પોતાનીજ દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસમાં ખુલતા આ હત્યારા પિતા પર પંથકના લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુંકડાડુંગરી ગામે પાણીના ટાંકામાંથી એક દોઢ વર્ષની બાળકીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી પામી હતી. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતના વિવિધ તપાસ માધ્યમો થકી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ગૂંચવાયેલો કોયડો ઉકેલી દઇને આ પ્રકરણમાં સોનગઢ પોલીસે હત્યા કરનારને ઝડપી લીધો છે. જેમાં ખુદ બાળકીના પિતાએ પોતાના ઘરની સામે આવેલા ઘરની અગાસી પર મુકેલી પાણીની ટાંકીના પાણીમાં ડુબાડી દઈ હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈ બાળકીના પિતા વિરલ ગામીતની પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. હાલ તેને કોર્ટે કસ્ટડીમાં ધકેલી દીધો છે.

પોલીસ પૂછપરછમાં આરોપી પિતાએ નિર્દોષ બાળકીની હત્યા ઘરકંકાસના ઝગડાને લઈ કરી હોવાની કબૂલાત કરી છે, ત્યારે હાલ તો પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે અને હત્યાનું સાચું કારણ શોધવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે ક્રૂર પિતાની આ કારતૂત ને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે વિરલે આ બાળકી તેની ન હોવાના વહેમમાં આ ઘૃણાસ્પદ પગલું ભર્યું છે.

દોઢ વર્ષની બાળકીને ટાંકીમાં ડુબાડીને હત્યાને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનતાં સંદેશની ટીમ દ્વારા ઘટના સ્થળ તેમજ મૃતક બાળકીના પરિવારની મુલાકાત લેતાં આરોપીના પિતા પાસેથી બાળકીની હત્યાને લઈને અલગ મામલો સામે આવ્યો છે. આરોપીના પિતા રમેશ ગામીતે પોતાનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ હોઈ આરોપી પુત્ર વિરલ ગામીતનો બચાવ કર્યો હતો અને જણાવ્યું હતું કે મારો દીકરો કોઈ દિવસ પોતાની દીકરીને મારી નહીં શકે , તેમજ આરોપી પુત્ર વિરલ ગામીત અગાઉ પણ ખોટાં ગુનામાં જેલવાસ ભોગવી આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારે અગાઉ વિરલ ગામીત એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયેલા ગુનામાં પોકસો હેઠળ જેલમાં હતો. જોકે પુરાવાના અભાવે તે નિર્દોષ છૂટી ગયો હતો.