Tapi: ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 5 ઈંચ વરસાદ ખાબક્યો

નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કૂકરમુંડા અને સોનગઢમાં અડધો ઈંચ વરસાદ નોંધાયોવરસાદને લઈ ખેડૂતો ખુશ, જ્યારે લોકોને બફારામાંથી મળી મુક્તિ જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ડોલવણ તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ કરી છે. ડોલવણ તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે નિઝરમાં 1.4 ઈંચ તેમજ વાલોડ, કૂકરમુંડા અને સોનગઢમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારમાં છૂટોછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને લઈ ખેડૂતોમાં એક અલગ જ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારાથી મોટી રાહત મળી છે. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વંટોળ સાથે વરસાદની આ વિસ્તારોમાં આગાહી હવામાન વિભાગ પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના દિવસે બનસાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડશે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

Tapi: ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 5 ઈંચ વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નિઝરમાં 1.4 ઇંચ તેમજ વાલોડ, કૂકરમુંડા અને સોનગઢમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો
  • વરસાદને લઈ ખેડૂતો ખુશ, જ્યારે લોકોને બફારામાંથી મળી મુક્તિ
  • જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા

તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે ડોલવણ તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ કરી છે. ડોલવણ તાલુકામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાના સમય ગાળા દરમ્યાન 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે નિઝરમાં 1.4 ઈંચ તેમજ વાલોડ, કૂકરમુંડા અને સોનગઢમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ જિલ્લાના વ્યારા સહિતના વિસ્તારમાં છૂટોછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદને લઈ ખેડૂતોમાં એક અલગ જ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને બફારાથી મોટી રાહત મળી છે.

રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જે અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઝડપી ગતિથી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ ગઈકાલે રાજ્યના દક્ષિણભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વંટોળ સાથે વરસાદની આ વિસ્તારોમાં આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના દિવસે બનસાકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંટા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં ભારે પવન સાથે વરસાદ પડશે.

કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ વરસાદ પડશે

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે 6 જુલાઈ 2024, શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ આ પ્રમાણેની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.