Tapi: LCBએ બાતમીના આધારે ઘરફોડ ચોરીના 3 આરોપીઓને ઝડપ્યા

તાપીમાં ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા છે. તાપીના કાકરાપારમા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને વ્યારા સુગરના ગેટ પાસેથી ઝડપી પાડયા છે.કાકરાપાર ટાઉનશીપ વિસ્તારમાંથી કરી હતી ચોરી LCBની ટીમે ચોરીના 3 આરોપીની ધરપકડ કરી છે અને હજુ બે આરોપી વૉન્ટેડ છે. આરોપીઓએ કાકરાપાર ટાઉનશીપ વિસ્તારમાં બંધ ઘરોમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો. બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી આરોપીઓએ કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ત્યારે પકડાયેલા આ ત્રણેય આરોપીઓ દાહોદના ગરબાડા તાલુકાના નિમચ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તાપીના વ્યારામાં તસ્કરોએ ATM તોડ્યું બે દિવસ પહેલા જ તાપીના વ્યારામાં તસ્કરોએ ATM તોડ્યું હતું અને રાત્રિ દરમિયાન ATMમાં તોડફોડ કરી હતી. કાનપુરા વિસ્તારમાં ATMમાં તોડફોડ કરી હતી. તાપીના વ્યારામાં તસ્કરોએ ATMને નિશાન બનાવ્યા હતા અને બે ATM તોડીને આશરે રૂપિયા 40 લાખથી વધુની રકમની ચોરી કરી હતી. કાનપુરા વિસ્તારમાં SBIના ATMને નિશાન બનાવ્યા હતા. ATMના CCTV કેમેરા પર કલરનો સ્પ્રે કરી દીધો હતો અને નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં તસ્કરો આવ્યા હતા અને રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.મોરબીના માળિયાના બગસરામાં પવનચક્કીના વાયરની ચોરી કરનાર 4 પકડાયા મોરબીના માળિયાના બગસરામાં પવનચક્કીના વાયરની ચોરી કરનાર 4 લોકો પકડાયા છે. પવનચક્કીના તાળા તોડીને રૂપિયા 3.35 લાખના તાંબાના વાયરની ચોરી કરનાર તસ્કરો પકડાયા છે. બગસરાની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના વાયરની ચોરી કરવામાં આવી હતી. પોલીસે કચ્છના ભચાઉ તાલુકાના ચાર તસ્કરોને ચોરી કરી ગયેલા વાયર તેમજ બે બાઈક સાથે રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે લાલજીભાઈ બાબુભાઈ મેજરાની, સંજય વશરામભાઈ મેજરાની, કિશન નાગજીભાઈ મેજરાની અને પંકજ ચકુભાઈ મેજરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Tapi: LCBએ બાતમીના આધારે ઘરફોડ ચોરીના 3 આરોપીઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તાપીમાં ઘરફોડ ચોરીના આરોપીઓ ઝડપાયા છે. તાપીના કાકરાપારમા ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને તાપી LCB અને પેરોલ ફર્લો સ્કોર્ડે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને વ્યારા સુગરના ગેટ પાસેથી ઝડપી પાડયા છે.

કાકરાપાર ટાઉનશીપ વિસ્તારમાંથી કરી હતી ચોરી

LCBની ટીમે ચોરીના 3 આરોપીની ધરપકડ કરી છે અને હજુ બે આરોપી વૉન્ટેડ છે. આરોપીઓએ કાકરાપાર ટાઉનશીપ વિસ્તારમાં બંધ ઘરોમાં ઘુસી ચોરીને અંજામ આપ્યો હતો. બંધ ફ્લેટમાંથી રોકડા રૂપિયા સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી આરોપીઓએ કરી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ત્યારે પકડાયેલા આ ત્રણેય આરોપીઓ દાહોદના ગરબાડા તાલુકાના નિમચ ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

તાપીના વ્યારામાં તસ્કરોએ ATM તોડ્યું

બે દિવસ પહેલા જ તાપીના વ્યારામાં તસ્કરોએ ATM તોડ્યું હતું અને રાત્રિ દરમિયાન ATMમાં તોડફોડ કરી હતી. કાનપુરા વિસ્તારમાં ATMમાં તોડફોડ કરી હતી. તાપીના વ્યારામાં તસ્કરોએ ATMને નિશાન બનાવ્યા હતા અને બે ATM તોડીને આશરે રૂપિયા 40 લાખથી વધુની રકમની ચોરી કરી હતી. કાનપુરા વિસ્તારમાં SBIના ATMને નિશાન બનાવ્યા હતા. ATMના CCTV કેમેરા પર કલરનો સ્પ્રે કરી દીધો હતો અને નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં તસ્કરો આવ્યા હતા અને રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

મોરબીના માળિયાના બગસરામાં પવનચક્કીના વાયરની ચોરી કરનાર 4 પકડાયા

મોરબીના માળિયાના બગસરામાં પવનચક્કીના વાયરની ચોરી કરનાર 4 લોકો પકડાયા છે. પવનચક્કીના તાળા તોડીને રૂપિયા 3.35 લાખના તાંબાના વાયરની ચોરી કરનાર તસ્કરો પકડાયા છે. બગસરાની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના વાયરની ચોરી કરવામાં આવી હતી. પોલીસે કચ્છના ભચાઉ તાલુકાના ચાર તસ્કરોને ચોરી કરી ગયેલા વાયર તેમજ બે બાઈક સાથે રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે લાલજીભાઈ બાબુભાઈ મેજરાની, સંજય વશરામભાઈ મેજરાની, કિશન નાગજીભાઈ મેજરાની અને પંકજ ચકુભાઈ મેજરાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.