Talalaના ભીમદેવળ ગામમાંથી શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગીર સોમનાથમાં શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું છે. તાલાલાના ભીમદેવળ ગામથી પુરવઠા વિભાગની ટીમે 5.23 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. કુખ્યાત અનાજ માફિયા કાદુ સહિત 3ના નામ ખુલ્યા છે. શંકાસ્પદ સરકારી અનાજના 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા જપ્ત કરવામાં આવ્યા છે. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પુરવઠા વિભાગે ગોડાઉન માલીક અને અન્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શંકાસ્પદ સરકારી અનાજ ઝડપાયું
તાલાલાના ભીમદેવળ ગામથી શંકાસ્પદ અનાજનો જથ્થો પકડાયો છે. ભીમદેવળમાં ગોડાઉનમાંથી 298 કટ્ટા ઘઉં, 6 કટ્ટા ચોખા અને બાજરીના 13 કટ્ટા જપ્ત કર્યા છે. ભીમદેવળ ગામે સર્વે નંબર 77પૈકી 1 વાળી જમીનમાં બનાવેલ ગોડાઉન પર તંત્ર દ્વાર દરોડો પાડવામાં આવ્યો હતો. ગોડાઉન માલિક મનોજ ડાવરા એ 4 માસથી કુખ્યાત અનાજ માફિયા કાદુ, તેમજ ઇકબાલ અને આરીફ નામના ઈસમોને ભાડે આપ્યાની કરી કબૂલાત કરી છે.
પુરવઠા વિભાગની ટીમે 5.23 લાખનો મુદ્દામાલ સિઝ કર્યો
કુખ્યાત અનાજ માફિયા કાદુ અગાઉ અનેક વાર રેશનિંગના સરકારી અનાજની હેરાફેરીમાં ઝડપાઇ ચુક્યો છે. હાલ વેરાવળ માર્કેટિંગ યાર્ડમાં બજરંગ એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવે છે અને અનાજનો વેપાર કરે છે. પુરવઠા વિભાગ દ્વારા તમામ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?






