Swachh Survekshan: ઇન્દોરને મોટો ઝટકો! નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા નંબરે

Nov 11, 2026 - 22:00
Swachh Survekshan: ઇન્દોરને મોટો ઝટકો! નવી મુંબઈ દેશનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા નંબરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં આ વખતે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સતત 8 વર્ષ સુધી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલું મધ્યપ્રદેશનું ઇન્દોર આ વખતે ટોચના ત્રણ શહેરોમાં પણ સ્થાન મેળવી શક્યું નથી. તેની જગ્યાએ મહારાષ્ટ્રના નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે સુરતે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ પરિણામો કેન્દ્ર સરકારના સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 અંતર્ગત જાહેર કરવામાં આવ્યાં છે.

નવી મુંબઈ નંબર-1, સુરત બીજા નંબરે

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિણામોમાં નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતનું સુરત બીજા અને આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા સ્થાને રહ્યાં છે. આ વખતે શહેરોની સ્વચ્છતાનું મૂલ્યાંકન અલગ-અલગ શ્રેણીઓમાં કરવામાં આવ્યું છે. નવી મુંબઈ, સુરત અને વિજયવાડાને 'સુપર સ્વચ્છ લીગ' શ્રેણીમાં ટોચનાં ત્રણ શહેર તરીકે સ્થાન મળ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં વિજેતા શહેરોને પુરસ્કાર આપ્યા હતા.

8 વર્ષથી રાજ કરતું ઇન્દોર ટોપ-3માંથી બહાર

ઇન્દોર સતત આઠ વર્ષ સુધી દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાને રહ્યું હતું. જોકે, સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં શહેર ટોચનાં ત્રણમાં સ્થાન મેળવી શક્યું નથી. આ વખતે ઇન્દોરને નવી મુંબઈ, સુરત અને વિજયવાડાએ પાછળ રાખ્યાં છે. જોકે, ઇન્દોર અને તેની માર્ગદર્શક નગરપાલિકા દેપાલપુરને 'સ્વચ્છ શહેર જોડી' શ્રેણીમાં બીજું સ્થાન મળ્યું છે.

3થી 10 લાખની વસ્તીવાળાં શહેરોમાં ઉજ્જૈન પ્રથમ

સર્વેક્ષણમાં વસ્તીના આધારે પણ શહેરોને અલગ શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યાં હતાં. 3થી 10 લાખની વસ્તી ધરાવતાં શહેરોમાં મધ્યપ્રદેશના ઉજ્જૈને પ્રથમ સ્થાન મેળવ્યું છે. ચંદીગઢ બીજા અને આંધ્રપ્રદેશનું ગુંટૂર ત્રીજા સ્થાને રહ્યું છે. બીજી તરફ, 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં ગ્રેટર વિશાખાપટ્ટનમ પ્રથમ, જબલપુર બીજા અને લખનઉ ત્રીજા સ્થાને રહ્યાં છે.

નદીકાંઠા અને દરિયાકાંઠાનાં શહેરોનાં પરિણામ

આ વખતે નદીકાંઠે આવેલાં શહેરો, દરિયાકાંઠાનાં શહેરો અને હિમાલયનાં શહેરો માટે પણ અલગ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

• સૌથી સ્વચ્છ નદીકાંઠાનું શહેર: રેવા, બિલાસપુર, વારાણસી

• સૌથી સ્વચ્છ દરિયાકાંઠાનું શહેર: પુરી, અલપ્પુઝા, રત્નાગિરિ

• સૌથી સ્વચ્છ હિમાલયનું શહેર: રુદ્રપુર, જમ્મુ, શોપિયાં

આ શ્રેણીઓમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર શહેરોને સન્માનિત કરવામાં આવ્યાં છે.

4,751થી વધુ શહેરોનું મૂલ્યાંકન

સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત 2016માં માત્ર 73 શહેરી સ્થાનિક સંસ્થાઓથી થઈ હતી. હવે તેનો વ્યાપ વધીને 4,751થી વધુ શહેરો સુધી પહોંચ્યો છે. 2025-26ના સર્વેક્ષણમાં કચરાનું વર્ગીકરણ, ઘરેથી કચરો એકત્ર કરવો, કચરાનું પરિવહન, જાહેર સ્થળોની સ્વચ્છતા, શૌચાલયની સુવિધા, નાગરિકોનો પ્રતિસાદ અને સફાઈ કર્મચારીઓની સુખાકારી જેવા મુદ્દાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આ વખતે 350થી વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓએ પોતાની રેન્કિંગમાં 500થી વધુ સ્થાનનો સુધારો કર્યો છે. જ્યારે 50 હજારથી ઓછી વસ્તી ધરાવતાં 1,700થી વધુ નાનાં શહેરોએ પણ અગાઉની સરખામણીએ સુધારો નોંધાવ્યો છે.

આ પણ વાંચો: Flight Hijack: ઉડાન પહેલાં જ વિમાન હાઇજેક કરવાની ધમકી! 105 મુસાફરોને ઉતાર્યા, પછી શું થયું?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0