Surendranagarમાં કલેકટર અને જિલ્લા વિકાસઅધિકારીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.કલેકટરે લીધી ફાર્મની મુલાકાત આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામે કલેકટર શ્રી કે. સી. સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના દ્વારા ખેડૂત કાળુભાઈ પુંજાભાઈ પટેલનાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષકોની સંખ્યા વધે અને આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે પ્રોત્સાહન મળી રહે તેવા શુભાશય સહ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરી પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલ પણ જોડાયા હતા.અત્રે નોંધનીય છે કે, આજે જમીનની તંદુરસ્તી-સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે. જીવ જગતને જીવાડનાર ધરતીને ફળદ્રુપ અને નવપલ્લવિત કરવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ફળદ્રુપ જમીન જ વધુ ઉપજ આપી શકે. માનવજાતના શુદ્ધ આહાર માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક કૃષિ એટલે શું ? કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે. પ્રાકૃતિક કૃષિ એક નંબર ધરતીપુત્રોએ આ ખેતી પદ્ધતિ અપનાવી જ પડશે, કારણ કે અત્યારના સમયમાં લોકોને ડાયાબિટીસ બીપી હૃદયની બીમારી સહિતની બીમારીઓ જોવા મળી રહી છે. જેના મૂળ કારણમાં રાસાયણિક ખેતીનો પણ સમાવેશ થાય છે. જેને નાથવા માટે પ્રાકૃતિક કૃષિ વિકલ્પ છે. ક્લાઈમેટ ચેન્જનું એક મુખ્ય કારણ પણ રાસાયણિક ખેતી છે. સમગ્ર કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના કારણે જીવન સૃષ્ટિના સહન કરવું પડે છે. તો તેના ઉપાય રૂપે આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે.

Surendranagarમાં કલેકટર અને જિલ્લા વિકાસઅધિકારીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની માંગ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરાય તે માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ ગ્રામીણ કક્ષાએ “પ્રાકૃતિક કૃષિ” અભિયાન અન્વયે પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

કલેકટરે લીધી ફાર્મની મુલાકાત

આ અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના વડોદ ગામે કલેકટર શ્રી કે. સી. સંપટ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના દ્વારા ખેડૂત કાળુભાઈ પુંજાભાઈ પટેલનાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા કૃષકોની સંખ્યા વધે અને આસપાસના ગામોના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આ અભિયાનમાં જોડવા માટે પ્રોત્સાહન મળી રહે તેવા શુભાશય સહ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત કરી પ્રેરકબળ પૂરું પાડ્યું હતું. આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી. એ. પટેલ પણ જોડાયા હતા.અત્રે નોંધનીય છે કે, આજે જમીનની તંદુરસ્તી-સ્વાસ્થ્ય ખૂબ ખરાબ થઈ રહ્યું છે. જીવ જગતને જીવાડનાર ધરતીને ફળદ્રુપ અને નવપલ્લવિત કરવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. ફળદ્રુપ જમીન જ વધુ ઉપજ આપી શકે. માનવજાતના શુદ્ધ આહાર માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જરૂરી છે.

પ્રાકૃતિક કૃષિ એટલે શું ?

કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિધ્ધાંતને આધારિત છે.

પ્રાકૃતિક કૃષિ એક નંબર

ધરતીપુત્રોએ આ ખેતી પદ્ધતિ અપનાવી જ પડશે, કારણ કે અત્યારના સમયમાં લોકોને ડાયાબિટીસ બીપી હૃદયની બીમારી સહિતની બીમારીઓ જોવા મળી રહી છે. જેના મૂળ કારણમાં રાસાયણિક ખેતીનો પણ સમાવેશ થાય છે. જેને નાથવા માટે પ્રાકૃતિક કૃષિ વિકલ્પ છે. ક્લાઈમેટ ચેન્જનું એક મુખ્ય કારણ પણ રાસાયણિક ખેતી છે. સમગ્ર કુદરતી પ્રક્રિયા ખોરવાઈ જાય છે. જેના કારણે જીવન સૃષ્ટિના સહન કરવું પડે છે. તો તેના ઉપાય રૂપે આપણે સૌએ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે.