Surendranagarના સાયલામાં ખાણ ખનીજ વિભાગની લાલ આંખ: ગેરકાયદે કોલસાના કૂવા પર ત્રાટક્યું તંત્ર!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. સાયલા તાલુકાના ચિત્રાલાંક વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનન પર તંત્રે સર્વેલન્સ ડ્રોન કેમેરાની મદદથી નજર રાખીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. ડ્રોનથી કરવામાં આવેલા સચોટ લોકેશન ટ્રેકિંગના આધારે ગેરકાયદેસર રીતે ખોદવામાં આવેલા કોલસાના કુવાઓનો પર્દાફાશ થયો છે.
ટ્રેક્ટર, જનરેટર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી કોલસાના ગેરકાયદે ખોદકામ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્થળ પરથી 3 ટ્રેક્ટર, જનરેટર અને કૂવામાંથી કોલસો બહાર કાઢવા માટે વપરાતી ચરખીઓ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી હાથ ધરાયેલી આ ઓપરેશનલ કામગીરી હજુ પણ ચાલી રહી છે.

ખનીજ માફિયાઓમાં ભારે ફાળચો
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસા અને કાર્બોસેલના ગેરકાયદેસર વેપલા સામે ખાણ ખનીજ વિભાગની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના ખનીજ માફિયાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ડ્રોન નજરથી કરાઈ રહેલી આ કાર્યવાહીના કારણે ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા તત્વોમાં ફાળચો વ્યાપી ગયો છે અને તંત્ર દ્વારા આગળની કાયદેસરની તપાસ તેજ કરવામાં આવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

