Surendranagar: હરિપર સીમમાં કેમિકલ ફેક્ટરીની મંજૂરી મંગાતા ઉગ્ર વિરોધ
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટના પ્લાન્ટના ઉગ્ર વિરોધ બાદ હરિપર ગામ પાસે મોટી કેમિક્લ ફેક્ટરીની મંજૂરી માંગ્યાનું સામે આવતા હરિપર સહિત આજુબાજુના ગામની ખેતીની જમીન અને પાણીના તળને નુકસાન થવાની ભીતિ સેવાતા તાલુકાના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવીને આ વિસ્તારમાં ફેક્ટરીને મંજૂરી નહીં આપવાની માગણી બુલંદ કરી છે.ધ્રાંગધ્રા તાલુકાને જાણે કેમિક્લ ઝોન બનાવી દેવાનો હોય એમ બાયો મેડિકલ વેસ્ટ કે કેમિકલ ફેક્ટરી બનાવવા દોટ મૂકી છે. સોલડી ગામની સીમની ફ્ળદ્રુપ જમીનમાં અત્યંત નુકશાનકારક ગણાય એવો બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી સમયે સ્વયંભુ સોલડી સહિત 24 ગામોમાંથી મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહી કોઈપણ ભોગે અત્રે આ પ્લાન્ટ નહીં બનાવવા દેવા અધિકારીઓને રજૂઆત કરી હતી.સોલડીમાં મહિલાઓનું રૌદ્ર સ્વરૂપ અને લોકોની એકતા જોતા પ્લાન્ટ વાળા જ બનાવવાનું માંડી વાળે એવું લાગી રહ્યું છે. હજી સોલડીના પ્લાન્ટના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં વળી હરિપર સીમમાં સર્વે નં.653 સહિતની જમીનમાં ક્યુમોર ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલની અલગ-અલગ 4 પ્રકારનું 2500 મેટ્રીક ટન કેમિક્લ બનાવવા માટે સરકારમાં મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી હરિપર ખાતે આગામી તા. 26મી નવેમ્બરે રાખી હોવાની ય્ઁઝ્રમ્ દ્વારા નોટીસ આપતા વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે. ખેતીની જમીનનું નિકંદન નીકળી જાય ગામના અગ્રણી મુમાંભાઈ રબારીએ જણાવેલ કે હરિપરની સીમ ફ્ળદ્રુપ વિસ્તાર છે. અત્રે કેમિક્લ ફેક્ટરી બને તો હરિપર તો ઠીક આજુબાજુના ગામડાની જમીન સાથે પાણીના તળ પણ કેમીકલયુક્ત થઈ જાય. જેથી આ ફેક્ટરીને કોઈપણ ભોગે મંજૂરી નહીં મળવા દઈએ. ઉધઈની જેમ જમીન-પાણીને નુકસાન કરે કેમિકલ ફેક્ટરીના દૂષિત પાણીને ટ્રીટમેટ કરવા માટે મોટો ખર્ચ કરવો પડતો હોય છે. જે ફેકટરી ચાલુ થયા બાદ કોઈ પ્રોસેસ કરાતી નથી અને દૂષિત પાણી જમીનમાં ઉતારતા હોય છે. જેના કારણે આસપાસના 10-15 કિમી જમીન અને પાણીના તળને મોટાપાયે નુકસાન થતું હોય છે. ધ્રાંગધ્રા વિસ્તારને કેમિક્લ ઝોન નહીં બનવા દઈએ સોલડીના સરપંચ દીપકભાઈ પટેલે જણાવેલ કે બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટની ક્યાંય મંજૂરી નથી આપતા એ સોલડીમાં નાંખવા પ્રયાસ કરે છે. પરંતુ કોઇપણ ભોગે અહીં તો ઠીક 30 કિમીના વિસ્તારમાં પણ નહીં બનવા દઈએ સાથે હરિપર પાસે પણ કેમિકલ ફેક્ટરીની મંજૂરી મંગાઈ છે. જો ધ્રાંગધ્રા તાલુકાના ગામડામાં આવી ફેક્ટરીઓને મંજૂરી આપી દેશે તો આ વિસ્તાર કેમિક્લ ઝોન બની જશે અને જમીન સાથે પાણીના તળનું નિકંદન કાઢી નાંખશે અને ઉદ્યોગ આવે એમાં અમે રાજી છીએ. પરંતુ આખો તાલુકો એક થઈને ધ્રાંગધ્રા વિસ્તારમાં ક્યાય કેમિક્લ ફેક્ટરી તો નહીં જ બનવા દઈએ. હરિપર પ્લાન્ટના વિરોધમાં સોલડી પણ જોડાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટના પ્લાન્ટના ઉગ્ર વિરોધ બાદ હરિપર ગામ પાસે મોટી કેમિક્લ ફેક્ટરીની મંજૂરી માંગ્યાનું સામે આવતા હરિપર સહિત આજુબાજુના ગામની ખેતીની જમીન અને પાણીના તળને નુકસાન થવાની ભીતિ સેવાતા તાલુકાના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવીને આ વિસ્તારમાં ફેક્ટરીને મંજૂરી નહીં આપવાની માગણી બુલંદ કરી છે.
ધ્રાંગધ્રા તાલુકાને જાણે કેમિક્લ ઝોન બનાવી દેવાનો હોય એમ બાયો મેડિકલ વેસ્ટ કે કેમિકલ ફેક્ટરી બનાવવા દોટ મૂકી છે. સોલડી ગામની સીમની ફ્ળદ્રુપ જમીનમાં અત્યંત નુકશાનકારક ગણાય એવો બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી સમયે સ્વયંભુ સોલડી સહિત 24 ગામોમાંથી મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહી કોઈપણ ભોગે અત્રે આ પ્લાન્ટ નહીં બનાવવા દેવા અધિકારીઓને રજૂઆત કરી હતી.સોલડીમાં મહિલાઓનું રૌદ્ર સ્વરૂપ અને લોકોની એકતા જોતા પ્લાન્ટ વાળા જ બનાવવાનું માંડી વાળે એવું લાગી રહ્યું છે. હજી સોલડીના પ્લાન્ટના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં વળી હરિપર સીમમાં સર્વે નં.653 સહિતની જમીનમાં ક્યુમોર ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલની અલગ-અલગ 4 પ્રકારનું 2500 મેટ્રીક ટન કેમિક્લ બનાવવા માટે સરકારમાં મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી હરિપર ખાતે આગામી તા. 26મી નવેમ્બરે રાખી હોવાની ય્ઁઝ્રમ્ દ્વારા નોટીસ આપતા વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે.
ખેતીની જમીનનું નિકંદન નીકળી જાય
ગામના અગ્રણી મુમાંભાઈ રબારીએ જણાવેલ કે હરિપરની સીમ ફ્ળદ્રુપ વિસ્તાર છે. અત્રે કેમિક્લ ફેક્ટરી બને તો હરિપર તો ઠીક આજુબાજુના ગામડાની જમીન સાથે પાણીના તળ પણ કેમીકલયુક્ત થઈ જાય. જેથી આ ફેક્ટરીને કોઈપણ ભોગે મંજૂરી નહીં મળવા દઈએ.
ઉધઈની જેમ જમીન-પાણીને નુકસાન કરે
કેમિકલ ફેક્ટરીના દૂષિત પાણીને ટ્રીટમેટ કરવા માટે મોટો ખર્ચ કરવો પડતો હોય છે. જે ફેકટરી ચાલુ થયા બાદ કોઈ પ્રોસેસ કરાતી નથી અને દૂષિત પાણી જમીનમાં ઉતારતા હોય છે. જેના કારણે આસપાસના 10-15 કિમી જમીન અને પાણીના તળને મોટાપાયે નુકસાન થતું હોય છે.
ધ્રાંગધ્રા વિસ્તારને કેમિક્લ ઝોન નહીં બનવા દઈએ
સોલડીના સરપંચ દીપકભાઈ પટેલે જણાવેલ કે બાયો મેડીકલ વેસ્ટ પ્લાન્ટની ક્યાંય મંજૂરી નથી આપતા એ સોલડીમાં નાંખવા પ્રયાસ કરે છે. પરંતુ કોઇપણ ભોગે અહીં તો ઠીક 30 કિમીના વિસ્તારમાં પણ નહીં બનવા દઈએ સાથે હરિપર પાસે પણ કેમિકલ ફેક્ટરીની મંજૂરી મંગાઈ છે. જો ધ્રાંગધ્રા તાલુકાના ગામડામાં આવી ફેક્ટરીઓને મંજૂરી આપી દેશે તો આ વિસ્તાર કેમિક્લ ઝોન બની જશે અને જમીન સાથે પાણીના તળનું નિકંદન કાઢી નાંખશે અને ઉદ્યોગ આવે એમાં અમે રાજી છીએ. પરંતુ આખો તાલુકો એક થઈને ધ્રાંગધ્રા વિસ્તારમાં ક્યાય કેમિક્લ ફેક્ટરી તો નહીં જ બનવા દઈએ. હરિપર પ્લાન્ટના વિરોધમાં સોલડી પણ જોડાશે.