Surendranagar: સુરેન્દ્રનગર, વઢવાણમાં આજથી મેળાની મોજ છવાશે
વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોસુરેન્દ્રનગર મેળામાં આઠમે લોકડાયરાની રમઝટ જામશે લાખોની મેદની બંને મેળાને માણશે સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો આરંભ આજે તા. 24થી થનાર છે. તા. 29મી ઓગસ્ટ સુધી છ દિવસ યોજાનાર લોકમેળામાં હૈયુ હૈયુ દળાય તેવી માનવ મેદની જોવા મળશે. આજે શનિવારે વઢવાણ લોકમેળાનું સવારે 10 કલાકે અને સુરેન્દ્રનગર મેળાનું સાંજે પ કલાકે ઉદ્દઘાટન કરવામાં આવશે. સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકા દ્વારા દર વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાય છે. જેમાં આ વખતે રાજકોટ અગ્નીકાંડને લઈને એસપોઅી કડક બનાવાઈ છે. જેના લીધે આયોજકોમાં શરૂઆતમાં કચવાટ જોવા મળતો હતો. પરંતુ બાદમાં સરકારના નીતિ નિયમો સાથે મેળાનું આયોજન કરવાનું નક્કી થયુ હતુ. ત્યારે આજે તા. 24મીને રાંધણ છઠ્ઠના દિવસથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થનાર છે. જેમાં શનિવારે સવારે 10 કલાકે વઢવાણ રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં મેળાનું ઉદ્દઘાટન આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી અને વઢવાણ સ્ટેટ ચૈતન્યદેવસીંહજી સુરેન્દ્રસીંહજી કરશે. બીજી તરફ સુરેન્દ્રનગર લોકમેળાનું ઉદ્દઘાટન શનિવારે સાંજે 5 કલાકે વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુ કરશે. આ બન્ને મેળાના ઉદ્દઘાટનમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. સુરેન્દ્રનગર મેળામાં આઈરીશ ચર્ચના મેદાનમાં તા. 26મીને જન્માષ્ટમીએ લોકડાયરો યોજાશે. જેમાં સાગરદાન ગઢવી, અપેક્ષા પંડયા, યોગેશ બારોટ, ગોપાલ મુંધવા, મીત્તલ રબારી કલા પીરસશે. બીજી તરફ વઢવાણ લોકમેળામાં પ્રાંત અધીકારી એન.ડી.ધુળા, મામલતદાર પી.એમ.અટારા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસીંહ ચાવડા, સી.ડી.કણઝરીયા, અનીરૂધ્ધસીંહ નકુમ, અનીરૂધ્ધસીંહ ચાવડા સહિતનાઓએ મેળાની મુલાકાત કરી હતી અને એસઓપી મુજબ કામગીરી કરવા આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. વઢવાણ મેળામાં આજે શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે તા. 24 ઓગસ્ટે શહેરની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમો તા. 25મીએ લોકડાયરો અને હાસ્ય દરબાર. જેમાં અનુભા ગઢવી, ગોપાલ બારોટ, નીલેશ રબારી, રાજેન્દ્ર ગઢવી, પ્રતાપદાન ગઢવી, ભરતદાન ગઢવી સહિતના કલાકારો કલા રજુ કરશે. તા. 26મીએ ભાતીગળ લોકડાયરો જેમાં જીતુ કવી દાદ, રામભા ગઢવી, નીલમબેન પ્રજાપતી, યુવરાજ જયદેવભાઈ હકુભા કરપડા સહિતના કલાકારો હશે. તા. 27મીએ સાઝ ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઈટ. જેમાં લોકપ્રીય હિન્દી ગીતો રજૂ કરાશે. તા. 28મીએ લોકપ્રીય ગુજરાતી ગીતો કાજલબેન મહેરીયા, હાર્દીક બારોટ અને વાલમ ભરવાડ રજુ કરશે. તા. 29મીએ વિજય સુવાળા(ભુવાજી) ગ્રુપ લોકગીતોની રમઝટ બોલાવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો
- સુરેન્દ્રનગર મેળામાં આઠમે લોકડાયરાની રમઝટ જામશે
- લાખોની મેદની બંને મેળાને માણશે
સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાન અને વઢવાણ રેલવે સ્ટેશન મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાનો આરંભ આજે તા. 24થી થનાર છે. તા. 29મી ઓગસ્ટ સુધી છ દિવસ યોજાનાર લોકમેળામાં હૈયુ હૈયુ દળાય તેવી માનવ મેદની જોવા મળશે. આજે શનિવારે વઢવાણ લોકમેળાનું સવારે 10 કલાકે અને સુરેન્દ્રનગર મેળાનું સાંજે પ કલાકે ઉદ્દઘાટન કરવામાં આવશે.
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુકત નગરપાલિકા દ્વારા દર વર્ષે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરાય છે. જેમાં આ વખતે રાજકોટ અગ્નીકાંડને લઈને એસપોઅી કડક બનાવાઈ છે. જેના લીધે આયોજકોમાં શરૂઆતમાં કચવાટ જોવા મળતો હતો. પરંતુ બાદમાં સરકારના નીતિ નિયમો સાથે મેળાનું આયોજન કરવાનું નક્કી થયુ હતુ. ત્યારે આજે તા. 24મીને રાંધણ છઠ્ઠના દિવસથી સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં જન્માષ્ટમી લોકમેળાની શરૂઆત થનાર છે. જેમાં શનિવારે સવારે 10 કલાકે વઢવાણ રેલવે સ્ટેશન પાસેના મેદાનમાં મેળાનું ઉદ્દઘાટન આચાર્ય માધવેન્દ્રપ્રસાદજી અને વઢવાણ સ્ટેટ ચૈતન્યદેવસીંહજી સુરેન્દ્રસીંહજી કરશે. બીજી તરફ સુરેન્દ્રનગર લોકમેળાનું ઉદ્દઘાટન શનિવારે સાંજે 5 કલાકે વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામબાપુ કરશે. આ બન્ને મેળાના ઉદ્દઘાટનમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શીહોરા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસીંહ ચૌહાણ, કલેકટર કે.સી.સંપત, જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. વઢવાણ લોકમેળામાં દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. સુરેન્દ્રનગર મેળામાં આઈરીશ ચર્ચના મેદાનમાં તા. 26મીને જન્માષ્ટમીએ લોકડાયરો યોજાશે. જેમાં સાગરદાન ગઢવી, અપેક્ષા પંડયા, યોગેશ બારોટ, ગોપાલ મુંધવા, મીત્તલ રબારી કલા પીરસશે. બીજી તરફ વઢવાણ લોકમેળામાં પ્રાંત અધીકારી એન.ડી.ધુળા, મામલતદાર પી.એમ.અટારા, પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસીંહ ચાવડા, સી.ડી.કણઝરીયા, અનીરૂધ્ધસીંહ નકુમ, અનીરૂધ્ધસીંહ ચાવડા સહિતનાઓએ મેળાની મુલાકાત કરી હતી અને એસઓપી મુજબ કામગીરી કરવા આયોજકોને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
વઢવાણ મેળામાં આજે શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે
તા. 24 ઓગસ્ટે શહેરની શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતીક કાર્યક્રમો
તા. 25મીએ લોકડાયરો અને હાસ્ય દરબાર. જેમાં અનુભા ગઢવી, ગોપાલ બારોટ, નીલેશ રબારી, રાજેન્દ્ર ગઢવી, પ્રતાપદાન ગઢવી, ભરતદાન ગઢવી સહિતના કલાકારો કલા રજુ કરશે.
તા. 26મીએ ભાતીગળ લોકડાયરો જેમાં જીતુ કવી દાદ, રામભા ગઢવી, નીલમબેન પ્રજાપતી, યુવરાજ જયદેવભાઈ હકુભા કરપડા સહિતના કલાકારો હશે.
તા. 27મીએ સાઝ ઓરકેસ્ટ્રા દ્વારા મ્યુઝીકલ નાઈટ. જેમાં લોકપ્રીય હિન્દી ગીતો રજૂ કરાશે.
તા. 28મીએ લોકપ્રીય ગુજરાતી ગીતો કાજલબેન મહેરીયા, હાર્દીક બારોટ અને વાલમ ભરવાડ રજુ કરશે.
તા. 29મીએ વિજય સુવાળા(ભુવાજી) ગ્રુપ લોકગીતોની રમઝટ બોલાવશે.