Surendranagar: શહેરમાં પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીની રકતતુલામાં 211બોટલ રકતનું દાન એકત્ર કરાયું
સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની વાડી ખાતે હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના 57મા જન્મ દિવસે રકતતુલાનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા, નાયબ મુખ્ય દંડક, સાંસદ, સંતો સહિતનાઓએ રકતદાન કર્યુ હતુ અને 211 બોટલ રકતનું દાન એકત્ર થયુ હતુ.ઝાલાવાડના પનોતા પુત્ર અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીનો તા. 12મી ઓકટોબરે 57મો જન્મ દિવસ હતો. પ0 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોમાં થતી આવક તેઓ શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરે છે. જેમાં અત્યાર સુધીમાં તેઓએ રૂ. 11 કરોડથી વધુની રકમ દાન કરી છે. ત્યારે શનીવારે તેઓના જન્મ દિવસે સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની વાડી ખાતે રકતતુલા યોજાઈ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, એસપી ડો. ગીરીશ પંડયા, સ્વામીનારાયણ ગુરૂકુળના મહાત્મા સ્વામી, સાંસદ ચંદુભાઈ શીહોરા, ડો. જગદીશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કરતા 211 બોટલ રકત એકત્રીત થયુ હતુ. આ રકતતુલામાં એકત્રીત થનાર રકત થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. ત્યારે આ બોટલોમાંથી 151 બોટલ સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં અને 60 બોટલ સરકારી ગાંધી હોસ્પિટલ બ્લડ બેંકમાં અપાઈ છે. આ ઉપરાંત રકતદાનના કાર્યક્રમ સમયે સી.યુ.શાહ મેડીકલ કોલેજના ડીન ડો. રીનાબેન ગઢવી, ડો.શ્યામ શાહ સહિતની ટીમે સેવા આપી હતી. આ પ્રસંગે કલેકટર કે.સી.સંપત સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની વાડી ખાતે હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના 57મા જન્મ દિવસે રકતતુલાનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા પોલીસ વડા, નાયબ મુખ્ય દંડક, સાંસદ, સંતો સહિતનાઓએ રકતદાન કર્યુ હતુ અને 211 બોટલ રકતનું દાન એકત્ર થયુ હતુ.
ઝાલાવાડના પનોતા પુત્ર અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર પદ્મશ્રી ડો.જગદીશ ત્રિવેદીનો તા. 12મી ઓકટોબરે 57મો જન્મ દિવસ હતો. પ0 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોમાં થતી આવક તેઓ શિક્ષણ અને આરોગ્ય પાછળ દાન કરે છે. જેમાં અત્યાર સુધીમાં તેઓએ રૂ. 11 કરોડથી વધુની રકમ દાન કરી છે. ત્યારે શનીવારે તેઓના જન્મ દિવસે સુરેન્દ્રનગર બ્રહ્મ સમાજની વાડી ખાતે રકતતુલા યોજાઈ. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, એસપી ડો. ગીરીશ પંડયા, સ્વામીનારાયણ ગુરૂકુળના મહાત્મા સ્વામી, સાંસદ ચંદુભાઈ શીહોરા, ડો. જગદીશ ત્રિવેદી સહિત મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કરતા 211 બોટલ રકત એકત્રીત થયુ હતુ. આ રકતતુલામાં એકત્રીત થનાર રકત થેલેસેમીયાગ્રસ્ત બાળકોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. ત્યારે આ બોટલોમાંથી 151 બોટલ સી.યુ.શાહ મેડીકલ કોલેજમાં અને 60 બોટલ સરકારી ગાંધી હોસ્પિટલ બ્લડ બેંકમાં અપાઈ છે. આ ઉપરાંત રકતદાનના કાર્યક્રમ સમયે સી.યુ.શાહ મેડીકલ કોલેજના ડીન ડો. રીનાબેન ગઢવી, ડો.શ્યામ શાહ સહિતની ટીમે સેવા આપી હતી. આ પ્રસંગે કલેકટર કે.સી.સંપત સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.