Surendranagar: વણા ગામે બુકાનીધારીઓ ત્રાટકયા, પ્રા. શાળામાં તાળા તોડી ચોરીનો પ્રયાસ

Feb 19, 2026 - 01:00
Surendranagar: વણા ગામે બુકાનીધારીઓ ત્રાટકયા, પ્રા. શાળામાં તાળા તોડી ચોરીનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લખતર તાલુકાના વણા ગામની પ્રાથમિક શાળામાં રાત્રિના સુમારે ત્રણ બુકાનીધારી તસ્કરોએ વર્ગ ખંડના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા સમયે ગ્રામજનો જાગી જતા તસ્કરો નાસી છુટયા હતા. આ બાબતની વણા બીટજમાદારને ફૂટેજ બતાવી સરપંચ સહિતના લોકોએ રજૂઆત કરવા છતાય કોઇ કાર્યવાહી ન થતા રોષ વ્યકત કર્યો છે.

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર લખતરના વણા ગામની રાણા બનેસીહજી પ્રાથમિક શાળામાં મોડી રાત્રે તસ્કરોએ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરતા સમયે ગ્રામજનો જાગી જતા તસ્કરો નાસી છુટયા હતા. સરપંચ ધ્રુવરાજસીહ સહિતના ગ્રામજનોએ સ્કૂલે જઇ જોતા તાળા તુટેલા હતા.સદ્નસીબે ગ્રામજનોની જાગૃતતાથી ચોરી થતા અટકી ગઇ હતી.આ ઘટનાની લખતર પોલીસના વણા બીટજમાદારને જાણ કરી સી.સી.ફૂટેજમા દેખાતા ત્રણ બુકાનીધારીઓ પણ બતાવ્યા હતા. પરંતુ હજી સુધી લખતર પોલીસ આ તસ્કરો સુધી પહોચી શકી નથી. આમ કેમેરામાં કેદ થયેલા તસ્કરો નહી ઝડપાય કોણ છે. એનો ભેદ નહી ઉકેલાય ત્યાં સુધી ગ્રામજનોમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. આમ ચોરીની ઘટના અટકે કોઇ અનિચ્છનીય બનાવ ના બને એ માટે સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રિના સુમારે રાઉન્ડ ધ ક્લોક નાઇટ પેટ્રોલીંગ કરાય એવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0