Surendranagar: રાજ્ય શિક્ષણ બોર્ડની ચૂંટણીને લઈ ઝાલાવાડમાં પણ ગરમાવો
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં તા. 24મી સપ્ટેમ્બરે મતદાન થશે. ત્યારે 2 બેઠકોની ચૂંટણીમાં મતદાન માટે ઝાલાવાડમાં પણ ગરમાવો આવી ગયો છે.જિલ્લાના શાળા સંચાલકોની બેઠક મળી હતી. જેમાં 100 ટકા મતદાન કરવા અપીલ કરાઈ હતી. બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકમાં 166 અને સરકારી શિક્ષકોની બેઠક માટે જિલ્લાના 203 મતદારો મતદાન કરનાર છે. ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના 9 સંવર્ગની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. જયારે વાલી મંડળના સભ્યની બેઠક બરખાસ્ત થઈ હતી. ત્યારે હવે સંચાલક મંડળની બેઠક અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાની બેઠકની ચૂંટણી માટે તા. 24મી સપ્ટેમ્બરે મતદાન અને તા. 26મીએ મતગણતરી થશે. ત્યારે આ ચૂંટણીને લઈને ઝાલાવાડમાં ગરમાવો આવી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ ઈન્દ્રસીહ ઝાલા, મહામંત્રી સુનીલભાઈ મોટકા, દિલીપભાઈ પટેલ, કે.એન.પટેલ, હર્ષભાઈ વઢેલ, રેવાભાઈ ગમારા, મહેશભાઈ કાનાણી, સી.એમ.પટેલ, દીલીપભાઈ માકાસણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શાળા સંચાલક રાજય મહામંડળના હોદ્દેદારો ડી.વી.મહેતા, જયદીપભાઈ જલુ, નીલેશ કુંડારીયા, પરીમલભાઈ પરડવા પણ હાજર રહ્યા હતા અને ઉમેદવાર મેહુલ પરડવાને જીતાડવા જિલ્લામાંથી 100 ટકા મતદાન કરવા અપીલ કરાઈ હતી. બીજી તરફ સરકારી શાળાના શિક્ષકોની પણ બેઠક યોજાઈ હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં તા. 24મી સપ્ટેમ્બરે મતદાન થશે. ત્યારે 2 બેઠકોની ચૂંટણીમાં મતદાન માટે ઝાલાવાડમાં પણ ગરમાવો આવી ગયો છે.
જિલ્લાના શાળા સંચાલકોની બેઠક મળી હતી. જેમાં 100 ટકા મતદાન કરવા અપીલ કરાઈ હતી. બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળની બેઠકમાં 166 અને સરકારી શિક્ષકોની બેઠક માટે જિલ્લાના 203 મતદારો મતદાન કરનાર છે.
ગુજરાત રાજય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડના 9 સંવર્ગની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 6 બેઠકો બિનહરીફ થઈ છે. જયારે વાલી મંડળના સભ્યની બેઠક બરખાસ્ત થઈ હતી. ત્યારે હવે સંચાલક મંડળની બેઠક અને સરકારી માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાની બેઠકની ચૂંટણી માટે તા. 24મી સપ્ટેમ્બરે મતદાન અને તા. 26મીએ મતગણતરી થશે. ત્યારે આ ચૂંટણીને લઈને ઝાલાવાડમાં ગરમાવો આવી ગયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રમુખ ઈન્દ્રસીહ ઝાલા, મહામંત્રી સુનીલભાઈ મોટકા, દિલીપભાઈ પટેલ, કે.એન.પટેલ, હર્ષભાઈ વઢેલ, રેવાભાઈ ગમારા, મહેશભાઈ કાનાણી, સી.એમ.પટેલ, દીલીપભાઈ માકાસણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શાળા સંચાલક રાજય મહામંડળના હોદ્દેદારો ડી.વી.મહેતા, જયદીપભાઈ જલુ, નીલેશ કુંડારીયા, પરીમલભાઈ પરડવા પણ હાજર રહ્યા હતા અને ઉમેદવાર મેહુલ પરડવાને જીતાડવા જિલ્લામાંથી 100 ટકા મતદાન કરવા અપીલ કરાઈ હતી. બીજી તરફ સરકારી શાળાના શિક્ષકોની પણ બેઠક યોજાઈ હતી.