Surendranagar: મનપા દ્વારા વેરો ભરપાઈ ન કરતા બે દુકાન સીલ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ તેજ કરાઈ છે. ત્યારે મનપાની ટીમ વેરા વસુલાત માટે મહેતા માર્કેટમાં ધામા નાંખ્યા હતા. જેમાં મહેતા માર્કેટના વિવિધ દુકાનદારો પાસેથી રૂપીયા 8 લાખની વસુલાત કરવામાં આવી હતી. જયારે વેરો ભરવામાં દીલ દગડાઈ કરતા બે દુકાનદારોની મિલકતો મનપાની ટીમે સીલ કરી દીધી છે. જેમાં મહેતા માર્કેટના કુકડા પ્રેસ જીન વિસ્તારમાં આવેલ અનમોલ ટ્રેડર્સ અને દરગાહ પાસે આવેલ નરેશ બ્રધર્સ નામની દુકાનો સીલ કરી તેના શટર ઉપર નોટીસ ચોડી દેવાઈ છે. જેમાં મનપાએ લગાવેલ સીલ સાથે છેડછાડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ પણ જણાવાયુ છે. બીજી તરફ આગામી સમયમાં મોટી રકમના બાકીદારો સામે કડક કાર્યવાહીની ચીમકી પણ મનપાએ ઉચ્ચારી છે.
What's Your Reaction?






