Surendranagar: પ્રેમિકાને મળવા ગયેલા યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
ચૂડા તાલુકાના વનાળા ગામે રહેતા યુવાનને ગામના એક પરિવારની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. તા. 25 મી જાન્યુઆરીની રાત્રે યુવાન પ્રેમીકાને મળવા ગયો હતો. ત્યારે યુવતીનો એક ભાઈ બન્નેને ઘરમાં સાથે જોઈ જતા મામલો બીચકયો હતો. અને યુવતીના પિતા તથા બે ભાઈઓએ ભેગા મળી યુવાનની છાતીમાં છરાના ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતુ.વનાળા ગામે રહેતા 30 વર્ષીય હિતેશભાઈ હેમુભાઈ સરવૈયા મજુરીકામ કરે છે. તેમનો નાનો ભાઈ હરેશ સરવૈયા 29 વર્ષનો હતો. તેને ગામના જીવણભાઈ મથુરભાઈ સરવૈયાની દિકરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને બન્ને વચ્ચે સામાન્ય મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા. 25મીના રોજ રાત્રે હરેશ સરવૈયા કોઈ કારણોસર જીવણભાઈના ઘરે ગયો હતો. જેમાં જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ જીવણભાઈ સરવૈયા અને ચીરાગ જીવણભાઈ સરવૈયાએ છરા જેવા તિક્ષ્ણ હથિયારથી હીતેશભાઈની છાતીએ ઘા કર્યા હતા. બનાવની તા. 26મીએ વહેલી સવારે જાણ થતા હીતેશભાઈ સહિતના પરીવારજનો દ્વારા હરેશભાઈને સારવાર માટે ધંધૂકા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરેશભાઈને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવની ચૂડા પોલીસ મથકે હીતેશભાઈ સરવૈયાએ આરોપી જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ અને ચીરાગ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતા જ ચૂડા પીઆઈ એમ. આર. શેઠ, પીએસઆઈ એચ.એચ.જાડેજા, હિતુભા વાળા સહિતનાઓએ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા. જાન્યુઆરી માસમાં જ ત્રીજો હત્યાનો બનાવ સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2025ની શરૂઆતના ગત 3જી જાન્યુઆરીના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામના યુવાનની હત્યા કરાઈ હતી. જયારે તા. 11મી જાન્યુઆરીએ ધ્રાંગધ્રાના કુડા ગામે સામાન્ય બોલાચાલીમાં ખેતમજુરની વાડી માલિકે હત્યા કરી હતી. ત્યારે જાન્યુઆરી માસના અંતીમ સપ્તાહમાં ત્રીજો હત્યાનો બનાવ ચૂડા તાલુકાના વનાળા ગામે બન્યો છે. છાનોમાનો અમારા ઘેર આવેલ હોઈ, અમોએ તેને મારેલ છે તા. 25 મી જાન્યુઆરીની મોડી રાત્રે બનેલા બનાવની આરોપી પ્રકાશ સરવૈયાએ મૃતક હરેશના કુંટુંબી કાકા રાજેશ સરવૈયાને ફોન કરી જાણ કરી હતી. જેમાં હરેશ રાતના સમયે છાનો માનો અમારા ઘરે આવેલ હોય અમોને તેને મારેલ છે. તેમ જણાવ્યુ હતુ. આથી રાજેશભાઈ મૃતકના ભાઈ હિતેશભાઈ સહિતનાઓને લઈ આરોપીના ઘરે પહોંચ્યા હતા. મૃતક યુવાન મોડી રાત્રે યુવતીને મળવા ગયો હતો આરોપીઓના ઘરની બહાર આવેલા ઢાળીયામાં દિકરી એકલી જ ખાટલો નાંખીને સુતી હોય છે. જયારે મૃતક અવારનવાર તેને મળવા જતો હતો. તા. 25મીએ મોડી રાત્રે પણ મૃતક પ્રેમીકાને મળવા ગયો હતો. આ સમયે આરોપી પ્રકાશ લઘુશંકા કરવા માટે જાગતા બન્નેને ભેગા જોઈ જતા મામલો બીચકયો હતો અને પિતા તથા બે પુત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધુ હતુ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચૂડા તાલુકાના વનાળા ગામે રહેતા યુવાનને ગામના એક પરિવારની પુત્રી સાથે પ્રેમસંબંધ હતો. તા. 25 મી જાન્યુઆરીની રાત્રે યુવાન પ્રેમીકાને મળવા ગયો હતો. ત્યારે યુવતીનો એક ભાઈ બન્નેને ઘરમાં સાથે જોઈ જતા મામલો બીચકયો હતો. અને યુવતીના પિતા તથા બે ભાઈઓએ ભેગા મળી યુવાનની છાતીમાં છરાના ઘા ઝીંકી મોત નિપજાવ્યુ હતુ.
વનાળા ગામે રહેતા 30 વર્ષીય હિતેશભાઈ હેમુભાઈ સરવૈયા મજુરીકામ કરે છે. તેમનો નાનો ભાઈ હરેશ સરવૈયા 29 વર્ષનો હતો. તેને ગામના જીવણભાઈ મથુરભાઈ સરવૈયાની દિકરી સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતે અગાઉ પણ બોલાચાલી થઈ હતી અને બન્ને વચ્ચે સામાન્ય મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા. 25મીના રોજ રાત્રે હરેશ સરવૈયા કોઈ કારણોસર જીવણભાઈના ઘરે ગયો હતો. જેમાં જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ જીવણભાઈ સરવૈયા અને ચીરાગ જીવણભાઈ સરવૈયાએ છરા જેવા તિક્ષ્ણ હથિયારથી હીતેશભાઈની છાતીએ ઘા કર્યા હતા. બનાવની તા. 26મીએ વહેલી સવારે જાણ થતા હીતેશભાઈ સહિતના પરીવારજનો દ્વારા હરેશભાઈને સારવાર માટે ધંધૂકા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જેમાં હરેશભાઈને ડોકટરે મૃત જાહેર કર્યા હતા. બનાવની ચૂડા પોલીસ મથકે હીતેશભાઈ સરવૈયાએ આરોપી જીવણ મથુરભાઈ સરવૈયા, તેમના પુત્રો પ્રકાશ ઉર્ફે બાવલ અને ચીરાગ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાતા જ ચૂડા પીઆઈ એમ. આર. શેઠ, પીએસઆઈ એચ.એચ.જાડેજા, હિતુભા વાળા સહિતનાઓએ ત્રણેય આરોપીને ઝડપી લીધા હતા.
જાન્યુઆરી માસમાં જ ત્રીજો હત્યાનો બનાવ
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2025ની શરૂઆતના ગત 3જી જાન્યુઆરીના રોજ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ચોટીલા તાલુકાના પીપરાળી ગામના યુવાનની હત્યા કરાઈ હતી. જયારે તા. 11મી જાન્યુઆરીએ ધ્રાંગધ્રાના કુડા ગામે સામાન્ય બોલાચાલીમાં ખેતમજુરની વાડી માલિકે હત્યા કરી હતી. ત્યારે જાન્યુઆરી માસના અંતીમ સપ્તાહમાં ત્રીજો હત્યાનો બનાવ ચૂડા તાલુકાના વનાળા ગામે બન્યો છે.
છાનોમાનો અમારા ઘેર આવેલ હોઈ, અમોએ તેને મારેલ છે
તા. 25 મી જાન્યુઆરીની મોડી રાત્રે બનેલા બનાવની આરોપી પ્રકાશ સરવૈયાએ મૃતક હરેશના કુંટુંબી કાકા રાજેશ સરવૈયાને ફોન કરી જાણ કરી હતી. જેમાં હરેશ રાતના સમયે છાનો માનો અમારા ઘરે આવેલ હોય અમોને તેને મારેલ છે. તેમ જણાવ્યુ હતુ. આથી રાજેશભાઈ મૃતકના ભાઈ હિતેશભાઈ સહિતનાઓને લઈ આરોપીના ઘરે પહોંચ્યા હતા.
મૃતક યુવાન મોડી રાત્રે યુવતીને મળવા ગયો હતો
આરોપીઓના ઘરની બહાર આવેલા ઢાળીયામાં દિકરી એકલી જ ખાટલો નાંખીને સુતી હોય છે. જયારે મૃતક અવારનવાર તેને મળવા જતો હતો. તા. 25મીએ મોડી રાત્રે પણ મૃતક પ્રેમીકાને મળવા ગયો હતો. આ સમયે આરોપી પ્રકાશ લઘુશંકા કરવા માટે જાગતા બન્નેને ભેગા જોઈ જતા મામલો બીચકયો હતો અને પિતા તથા બે પુત્રોએ યુવાનનું ઢીમ ઢાળી દીધુ હતુ.