Surendranagar: ચૂડા ગામમાં એક જ પરિવારના સભ્યો વાડીના રસ્તે ચાલવા બાબતે બાખડયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચૂડામાં રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે વાડીના રસ્તે ચાલવા બાબતે મારામારીનો સામ-સામે બનાવ બન્યો છે. જેમાં બન્ને પક્ષે 3 મહિલાઓ સહિત 6 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ચૂડાની ચત્રભુજ શેરીમાં મુમતાઝબેન હુસેનભાઈ જરગેલા રહે છે. તેમના પતિ હુસેનભાઈ ઈસબભાઈ, તેમના ભાઈઓ સીકંદરભાઈ ઈસબભાઈ અને ચાંદભાઈ ઈસબભાઈ નામે જેપરના રસ્તે સંયુકત માલીકીની ખેતીની જમીન આવેલી છે. આ જમીનના ભાગ પડતા મુમતાઝબેનને વાડીના રસ્તે ચાલવાનો પ્રશ્ન ઉભો થયો હતો. જે બાબતે ચુડા મામલતદારમાં અરજી કરાતા મામલતદારે તા. 13-7-26ના રોજ હુકમ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. તા. 14-7ના રોજ સવારે મુમતાઝબેન સહિતનાઓ વાડીએથી ઘર તરફ આવતા હતા. ત્યારે મુમતાઝબેન ચાંદભાઈ જરગેલા અને ચાંદ ઈસબભાઈ જરગેલાએ એક સંપ કરી અપશબ્દો કહી મુમતાઝબેન હુસેનભાઈ ઉપર દાતરડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે મુમતાઝબેન ચાંદભાઈ જરગેલાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ મામલતદારનો હુકમ તેમને માન્ય હતો. પરંતુ આ રસ્તેથી ચાલતા જતા સામેવાળાએ વાડીનો ઢંક બંધ ન કરતા પશુઓ આવે તેમ હોઈ આ બાબતે કહેતા બોલાચાલી થઈ હતી. અને સકલીન સીકંદરભાઈ જરગેલા, મુમતાઝ સીકંદરભાઈ જરગેલા, મુમતાઝ હુસેનભાઈ જરગેલા અને હુસેન ઈસબભાઈ જરગેલાએ ઢીકાપાટુનો માર મારી અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવની સામ-સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી એન.જે.કાસેલા ચલાવી રહ્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

