Surendranagar: કોમ્પ્યૂટર સાયન્સ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા ફરીથી લેવાશે

Jul 24, 2025 - 05:30
Surendranagar: કોમ્પ્યૂટર સાયન્સ વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા ફરીથી લેવાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વઢવાણની એમ.પી.વોરા કોમર્સ કોલેજના બી.કોમ. સેમેસ્ટર-6ના કોમ્પ્યુટર સાયન્સ વિષયના 50 છાત્રોને પ્રેકટીકલ પરીક્ષામાં 0 ગુણ આવતા દેકારો મચી ગયો છે. આ અંગે એબીવીપીના કાર્યકરોએ વિદ્યાર્થી હિતમાં કોલેજમાં રજૂઆતો કરી હતી. જેમાં આખરે કોલેજમાં આ વિષયના કામચલાઉ પ્રાધ્યાપક મુકાયા છે અને ફરીવાર પ્રેકટીકલ પરીક્ષા લેવાનું કોલેજ સત્તાવાળાઓએ જાહેર કરતા છાત્ર શકિતનો વિજય થયો છે.

વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે એમ.પી.વોરા કોમર્સ કોલેજ આવેલી છે. આ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. કોલેજમાં અભ્યાસ કરતા બી.કોમ. સેમેસ્ટર-6ના કોમ્પ્યુટર વિષય ધરાવતા 50 છાત્રોએ 24 માર્ચના રોજ પ્રેકટીકલ પરીક્ષા આપી હતી. જેમાં થિયરી, ઈન્ટરનલમાં તેઓ પાસ થયા હતા. પરંતુ એક સાથે 50 છાત્રોને કોમ્પ્યુટર સાયન્સની પ્રેકટીકલ પરીક્ષામાં 0 ગુણ આવતા દેકારો થઈ ગયો હતો. આ અંગે તા. 20મી મેના રોજ વિદ્યાર્થીઓએ કોલેજ સત્તાવાળાઓને જાણ કરતા તેઓએ આ અંગે યુનિવર્સિટી કક્ષાએ ઈ-મેઈલ કર્યો હતો. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદના કેવલ હળવદીયા, યશરાજસીંહ સોલંકી સહિતનાઓએ ગત તા. 23મી જુને વિદ્યાર્થી હિતમાં કોલેજમાં ઉગ્ર રજૂઆતો કરી હતી. જેમાં કોલેજમાં વિષયના પ્રાધ્યાપક જ ન હોવાની, કોલેજમાં સીસીટીવી કેમેરા પણ ન હોવાની રજૂઆત કરાઈ હતી. ત્યારે આખરે છાત્ર શકિતનો વિજય થયો છે. અને તા. 22મી જુલાઈએ કોલેજ સત્તાવાળાઓએ ફરીવાર પ્રેકટીકલ પરીક્ષા લેવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોલેજમાં આ વિષયના કામચલાઉ પ્રાધ્યાપકની વ્યવસ્થા કરી છે અને વહેલી તકે સીસીટીવી કેમેરા લગાવવાની ખાત્રી આપી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0