Surendranagar: આચાર્યએ 9 છાત્રાની છેડતી કર્યાના આક્ષેપ સાથે હોબાળો

Jul 8, 2025 - 03:00
Surendranagar: આચાર્યએ 9 છાત્રાની છેડતી કર્યાના આક્ષેપ સાથે હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પાટડીના સડલા પ્રાથમીક શાળાના આચાર્યએ શાળાની નવેક છોકરીઓ સાથે છેડતી કર્યાની પાટડી પોલીસને જાણ કરતા પોલીસ સ્કૂલે પહોચતાની સાથે જ ગ્રામજનો સ્કૂલમાં પહોચી જતા પોલીસ તાત્કાલીક આચાર્યને પાટડી પોલીસ સ્ટેશન લઇ જઇ પુછપરછ હાથ ધરી હતી બીજી તરફ ટી.પી.ઓ.દ્વારા કેળવણી નિરીક્ષક અને બી.આર.સી. તપાસ શરૂ કરી દેવાઇ છે હવે ગ્રામજનોની આ આચાર્ય સામે કડક પોલીસ કાર્યવાહી કરી શિક્ષણ વિભાગ સસ્પેન્ડ કરે એવી માંગ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હજી ચોટીલાના લાખણકામાં માત્ર કાગળ ઉપર ચાલતી સ્વામી વિેવેકાનંદ સ્કૂલની તપાસ પણ પુર્ણ નથી થઇ શિક્ષણાધીકારી છાવરતા હોય એવુ લાગી રહયુ છે ત્યારે પાટડીના સડલા ગામની પ્રાથમીક શાળાના આચાર્ય હરેશભાઇ દ્વારકાદાસ પ્રજાપતિ ધોરણ 6-7-8 ની નવેક છોકરીઓ સામે છેડતી કરતો હોવાનો ઘટસ્ફોટ થતા હોબાળો મચી ગયો હતો.આ બાબતની એક દીકરીએ વાલીને જાણ કર્યા બાદ સરપંચ નવઘણભાઇને જાણ કરી હતી ત્યાર બાદ ધીમે ધીમે તપાસ કરતા 9 જેટલી દીકરીઓની આચાર્ય છેડતી કરતો હોવાની સનસની ઘટના સામે આવી હતી.દીકરીઓને એવી રીતે પણ ધમકાવતો કે ઘેર આવી વાત કરશો તો નાપાસ કરી દઇશ એવુ પણ વાલીઓએ જણાવ્યુ હતુ.પોલીસને સરપંચે જાણ કરતા પાટડી પી.આઇ.સહિતની પોલીસ સડલા પ્રા.શાળાએ પહોચી હતી આ વાતની ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા સ્કૂલે એકઠા થતા પોલીસ આચાર્યને લઇ પાટડી પોલીસ સ્ટેશન પહોચી હતી.જ્યાં આચાર્યની પુછપરછ શરૂ કરી બીજી તરફ ગામના સરપંચ અને દીકરીઓના વાલીઓની પણ પુછપરછ પોલીસે શરૂ કરી હતી.હવે આ ગંભીર ઘટના બાદ આચાર્ય સામે કોણ પોલીસ ફરીયાદ આપશે અને શિક્ષણ વિભાગ આચાર્ય સામે કેવી કાર્યવાહી કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે.

પાટડી પોલીસ તપાસ કરી રહી છે : જિલ્લા પોલીસ વડા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગીરીશ પંડયાએ જણાવેલકે સડલાના આચાર્ય સામે છેડતી કર્યાની ગ્રામજનોની રજૂઆતના આધારે આચાર્યની પુછપરછ ચાલુ છે પોલીસ તપાસ ચાલુ છે ફરીયાદ આપશે તો ફરીયાદ પણ લઇ લેવાશે.

શાળાના શિક્ષકો અજાણ કે છાવરતા હશે

આચાર્ય છ માસથી છોકરીઓની છેડતી સ્કૂલમાં કરતા હોય અને આ વાતની શાળાના શિક્ષકોને જાણ ન હોય એ ગંભીર બાબત ગણાય શિક્ષકોને જાણ હોય અને આચાર્યને છાવરતા હશે ? કે શિક્ષકો પણ અજાણ હશે એની પણ તપાસ થાય એવી અને આચાર્ય સામે પોલીસ કાર્યવાહી કરી તાત્કાલીક સસ્પેન્ડ થાય એવી વાલીઓની માંગ ઉઠી છે.

કેળવણી નિરીક્ષક-બી.આર.સી.ની તપાસ ચાલુ છેઃ ટી.પી.ઓ.

પાટડી ટી.પી.ઓ.અંબુભાઇ સોલંકીએ જણાવેલકે સડલાના આચાર્ય સામે વાલીઓની રજૂઆતના આધારે પાટડી કેળવણી નિરીક્ષક અને બી.આર.સી.તપાસ ચલાવી રહયા છે રીપોર્ટ આવ્યા બાદ જિલ્લા કક્ષાએ મોકલી દેવાશે આગળની કાર્યવાહી ત્યાંથી થશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0