Surendranagar News : સુરેન્દ્રનગરના ભલગામમાં રજવાડા સમયની પરંપરા હજુ પણ યથાવત, ફટાકડા ફોડી ગાયોને ઉશ્કેરી ગોવાળ પાછળ દોડાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ભલગામ ગામે 200 વર્ષ ચાલતી જૂની પરંપરા હજી યથવાત છે, નવા વર્ષના દિવસે જૂની પરંપરા મુજબ આખું ગામ સૌ સાથે મળી અને ગાયોને દોડાવવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ વર્ષોથી ચાલતી આવેલી પરંપરામાં ગાયોને દોડાવી અને એના પગમાં પડેલ ધૂળને માથે ચડાવીને આશીર્વાદ લે છે નવા વર્ષની શુભકામના મેળવે છે અને ઘાસનું અને અલગ અલગ પ્રકારનું દાન કરે છે ગામનાઓ આ રીતે વર્ષોથી જૂની પરંપરા ચાલે છે.
ગાયોના પગની રજને શ્રદ્ધાળુઓ માથે ચઢાવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાચીન પરંપરા મુજબ નવા વર્ષની ઉજવણી કરાઈ છે. પાટડી પંથકમાં ફટાકડા ફોડીને ઉશ્કેરી ગાયને ગોવાળ પાછળ દોડાવાઈ છે. ગામના ભાગોળે ગાયોની દોડ સ્પર્ધા યોજવામાં આવે છે. ગાયોના પગની રજને શ્રદ્ધાળુઓ માથે ચઢાવી હતી. રજવાડા સમયની આ પરંપરા હજુ પણ યથાવત્ જોવા મળી રહી છે. પાટડી પથંકના પાટડી સહિત આદરીયાણા, ધામા, નગવાડા અને પાનવા સહિતના રણકાંઠાના ગામોમાં 150 વર્ષથી એટલે કે, રાજા રજવાડાના સમયથી ચાલી આવતી અનોખી પરંપરા મુજબ નૂતન વર્ષની વહેલી સવારે ગામના ભાગોળે ગાયોની દોડ હરીફાઈ યોજાઇ હતી.
ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પ્રાચિન પરંપરાઓ જીવંત છે
એક સમયે ઘોડા, ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ ગઇ છે. માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ અને પાછળ દોડ લગાવે છે. ગાયોને ફટાકડા ફોડીને ઉશ્કેરવામાં આવે ત્યારે આ ગોવાળો અદ્ભૂત સંયમથી ગાયોને કંટ્રોલ કરે છે. બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે.
What's Your Reaction?






