Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકા પંચાયત કચેરીનાં પ્રાંગણમાં આગામી એક સપ્તાહ સુધી યોજાશે ‘આકાંક્ષા હાટ’

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારત સરકારના "આકાંક્ષી તાલુકા કાર્યક્રમ" અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકા ખાતે તાલુકા પંચાયત કચેરીનાં પ્રાંગણમાં આગામી એક સપ્તાહ સુધી ‘આકાંક્ષા હાટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટ ખાતે આકાંક્ષા મિશન મંગલમ હેઠળ ગ્રામ વિકાસ એજન્સી સાયલા દ્વારા “વોકલ ફોર લોકલ”ના ઉદેશ્ય સાથે સ્વસહાય જૂથના બહેનો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
‘આકાંક્ષા હાટ’ની શરૂઆત ૧૩ માર્ચ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી
જિલ્લા વિકાસ આધિકારી કે. એસ. યાજ્ઞિક દ્વારા આ ‘આકાંક્ષા હાટ’ની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો, ખેડૂતો અને સ્વસહાય જૂથોનાં બહેનો દ્વારા નિર્મિત પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ રસપૂર્વક નિહાળી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના ‘વોકલ ફોર લોકલ’ના આહવાનને વેગવંતુ બનાવવાની નેમ સાથે નીતિ આયોગ દ્વારા દેશભરમાં ‘આકાંક્ષા હાટ’ની શરૂઆત ૧૩ માર્ચ, ૨૦૨૪ ના રોજ કરવામાં આવી હતી, જે અંતર્ગત આશાસ્પદ બ્લોક્સના સ્થાનિક ઉત્પાદનો તથા હસ્ત કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૧૮ માં સમગ્ર ભારતમાં ૧૧૨ જિલ્લાઓમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી. જેમાં ગુજરાત રાજ્યના દાહોદ અને નર્મદા જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આ કાર્યક્રમને તાલુકા કક્ષાએ લઈ જવા વર્ષ ૨૦૨૩ માં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતનાં સુરેન્દ્રનગરના સાયલા તાલુકા સહિત કુલ ૧૦ જિલ્લાઓના ૧૩ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






