Surendranagar News : તંત્રનું કલરફુલ પિક્ચર, કચ્છના નાના રણમાં માનવ અધિકાર પંચની મુલાકાત, અગરિયાઓએ ખોલી વાસ્તવિકતાની પોલ...!,
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતના સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના દસાડા (Dasada) તાલુકાના ખારાઘોડા (Kharaghoda) ગામ નજીક આવેલા કચ્છના નાના રણ (Little Rann of Kutch) માં મીઠું પકવીને ગુજરાન ચલાવતા અગરિયા (Agariya) પરિવારોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે માનવ અધિકાર પંચ (Human Rights Commission) ના પ્રતિનિધિએ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અગરિયાઓની પ્રાથમિક સુવિધાઓના સળગતા પ્રશ્નો ગુંજી ઉઠ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રણમાં બધું જ સમુસૂતરું ચાલી રહ્યું હોવાનું 'કલરફુલ પિક્ચર' ઊભું કરવાનો પ્રયાસ કરાયો હતો અને મીડિયાને પણ રોકવામાં આવ્યા હતા, પરંતુ તંત્રની આ કડક નજર વચ્ચે એક અગરિયા યુવાને હિંમત દાખવીને તંત્રની પોલ ખોલી નાખી હતી.
રણમાં બસ મોકલી બાળકોને ગામની શાળામાં લાવવા રજૂઆત
અગરિયા યુવાને પ્રતિનિધિ સમક્ષ વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે રણમાં કામ કરતા પરિવારો આજે પણ આરોગ્ય, શિક્ષણ, પીવાનું શુદ્ધ પાણી અને રહેઠાણ જેવી પાયાની સુવિધાઓથી સદંતર વંચિત છે. શિક્ષણની સમસ્યા અંગે રજૂઆત કરતા જણાવાયું હતું કે, 'રણ બસ શાળા' (Rann Bus School) માં જ્યારે શિક્ષક ભણાવવા આવે છે, ત્યારે ગામની શાળાના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. તેથી રણમાં બસ મોકલીને બાળકોને ગામની શાળામાં લાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી, જેથી તમામ બાળકોને યોગ્ય શિક્ષણ મળી શકે.

કટોકટીના સમયે કોઈ 'રેસ્ક્યુ ટીમ' ઉપલબ્ધ નથી
અગરિયાઓએ રોષભેર આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક તંત્ર પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યું છે. આ ઉપરાંત, રણ જેવા વિષમ અને દુર્ગમ વિસ્તારમાં કોઈ આપત્તિ, અકસ્માત કે બીમારીની કટોકટી સર્જાય ત્યારે અગરિયાઓને બચાવવા માટે સ્થાનિક તંત્ર પાસે કોઈ જ 'રેસ્ક્યુ ટીમ' (Rescue Team) ઉપલબ્ધ નથી, જે તેમના જીવ સામે મોટું જોખમ ઊભું કરે છે. માનવ અધિકાર પંચની આ મુલાકાત બાદ હવે રણના ખારાપાટમાં પરસેવો પાડતા અગરિયાઓને કાગળ પરના દાવાઓને બદલે ખરા અર્થમાં ન્યાય અને સુવિધાઓ મળશે કે કેમ, તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Rajkot સરાઝા હોટલ કાંડની જેમ ભીનું સંકેલાશે કે થશે કડક કાર્યવાહી? ખાનગી થિયેટરની દારૂ પાર્ટીને લઈને ઉઠ્યા સવાલો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

