Surendranagar News: પ્રેમ લગ્નનો અદાવતમાં હાર્દિક સાંથલપરાની હત્યા કરનારો ઝડપાયો, આરોપી સચિનનું પોલીસે કાઢ્યું સરઘસ

Nov 12, 2026 - 00:30
Surendranagar News: પ્રેમ લગ્નનો અદાવતમાં હાર્દિક સાંથલપરાની હત્યા કરનારો ઝડપાયો, આરોપી સચિનનું પોલીસે કાઢ્યું સરઘસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર શહેરના મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં થોડા સમય પહેલા હાર્દિક સાંથલપરા નામના યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં વધુ એક મુખ્ય આરોપી સચિનની પોલીસે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું હતું.

પ્રેમ લગ્ન કરી આવેલા દંપતીને આશરો આપ્યાની શંકામાં હત્યા

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક હાર્દિક સાંથલપરા દ્વારા પ્રેમ લગ્ન કરીને સુરેન્દ્રનગર આવેલા એક દંપતીને આશરો આપવામાં આવ્યો હોવાની શંકા રાખવામાં આવી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બોલાચાલી અને મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને આરોપીઓ દ્વારા હાર્દિક સાંથલપરાને સમાધાનના બહાને બોલાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેની ઉપર જીવલેણ હુમલો કરી સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

Surendranagar News: Murder Case: Police Arrests Accused Sachin, Parades Him Over Hardik Santhalpara Killing

પોલીસે આરોપી સચિનનું જાહેરમાં સરઘસ કાઢી ગુનેગારોમાં ફફડાટ ફેલાવ્યો

હત્યાની આ ગંભીર ઘટના બાદ પોલીસે ફરાર અને સંડોવાયેલા આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી હતી. તાજેતરમાં પકડાયેલા આરોપી સચિનને પોલીસે કાયદાનો પાઠ ભણાવવા અને ગુનેગારોમાં કાયદોનો ખોફ બેસાડવા માટે જાહેરમાં તેનું સરઘસ કાઢ્યું હતું. પોલીસ દ્વારા કાઢવામાં આવેલા આ સરઘસના કારણે સમગ્ર વિસ્તારમાં અને અસામાજિક તત્વો તથા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.


આ પણ વાંચો: Amul Milk Price Hike: અમૂલ દૂધના ભાવમાં ફરી વધારો, ગોલ્ડ અને તાજામાં વધ્યો અધધ ભાવ!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0